GUJARAT

સિદ્ધિ તપ, 31 ઉપવાસ,20 સ્થાનક તપ અને અઠ્ઠઈ તપના તપશ્વીઓની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નેત્રંગ નગરમાં ફરી.

 

 

બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ

તા.૧૧/૦૯/૨૦૨૪

 

પર્યુષણ પર્વ દરમિયાન કલ્પસૂત્ર ગ્રંથનું આઠ દિવસ પ્રવચન ગુરુદેવના મુખે થયું હતું .સરસ મજાની આરાધના થઈ અને નેત્રંગ જૈન દેરાસરના ઇતિહાસમાં 40 ઘરમાંથી 51 વર્ષમાં પ્રથમ વખત 15 તપસ્વીઓએ સિદ્ધિ તપ સુખ શાતામાં પૂર્ણ કર્યા હતા .જેમાં રાજહંસ વિજયજી મહારાજ સાહેબે પ્રથમ વખત નેત્રંગ જૈન દેરાસરમાં આદીથાણા પાંચ સાથે ચાતુર્માસ પ્રવેશ કર્યો અને સિદ્ધિ, તપ 31 ઉપવાસ , 20 સ્થાનક અને અઠ્ઠઈ તપના તપસ્વીઓની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નેત્રંગ નગરમાં કાઢવામાં આવી હતી.

 

જૈન તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના આદેશ મુજબ મનુષ્ય જીવનને સફળ કરવાના ત્રણ માર્ગ બતાવતા પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે (1) પરમાત્મા મહાવીર જેવો ક્ષમા ભાવ જીવનમાં લાવો. જીવનમાં આવનારી તકલીફોને તિરસ્કારવાથી તે તકલીફ વધુ લાવશે ક્ષમા ભાવથી સ્વીકારવાથી તે તકલીફ આશીર્વાદ રૂપ બનશે પ્રભુ મહાવીરે ઉપસર્ગ દેનારા સર્વને ક્ષમા આપી હતી. પગે ડંખ મારનાર હોય કે કાનમાં ખીલ ઠોકનાર ગોવાળીયો હોય સર્વને ક્ષમા ભાવથી માફી આપીને પ્રભુએ ક્ષમાભાવ જીવનમાં લાવવાનો માર્ગ બતાવ્યો છે .

 

(2) પરમાત્મા મહાવીર જેવો કરુણા ભાવ જીવનમાં લાવો. પ્રભુ મહાવીરે સર્વસ્વનું દાન કર્યા બાદ યાચક આવ્યો ત્યારે શરીર ઉપરના વસ્ત્રોનું પણ એના દુઃખથી ભીના થઈને દાન કરી દીધુ હતું. બીજાના દુઃખને દૂર કરવાની આવી સંવેદના જીવનમાં લાવવાનો માર્ગ પ્રભુએ બતાવ્યો છે.

 

( 3 )પરમાત્મા મહાવીર જેવો શુદ્ધિનોભાવ જીવનમાં લાવો. પ્રભુ મહાવીરે ક્યારેય કોઈપણ અવસ્થામાં પોતાના મનને નેગેટીવ નહોતું કર્યું. મનની શુદ્ધિ માટે સહનશીલતાને કેળવી હતી આવી મનની શુદ્ધિ લાવવાનો માર્ગ પ્રભુએ બતાવ્યો છે.

 

છેલ્લા બે મહીનાથી નેત્રંગના જૈનો પૂજ્યશ્રીના ઉપદેશ શ્રવણ કરવા ઉત્સાહથી ઉમટે છે અને જીવનમાં પ્રેરણા

પામે છે.

 

Back to top button
error: Content is protected !!