GUJARATJUNAGADH
સાધુ સંતોનુ પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીના મેળાનું ભવ્ય સમાપન,સાધુ સંતો પર પુષ્પ વર્ષા અને હર હર મહાદેવના નાદથી ભવનાથ ગુંજી ઉઠ્યું
સાધુ સંતોનુ પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીના મેળાનું ભવ્ય સમાપન,સાધુ સંતો પર પુષ્પ વર્ષા અને હર હર મહાદેવના નાદથી ભવનાથ ગુંજી ઉઠ્યું

ભવનાથ તળેટી ખાતે લઘુ કુંભ સમાન પાંચ દિવસીય શિવરાત્રીના મેળામાં સાધુ સંતોની ભવ્ય રવેડી નીકળ્યા બાદ પવિત્ર મૃગી કુંડમાં ડૂબકી લગાવી હતી.પરંપરા મુજબ સૌપ્રથમ જુના અખાડા ત્યારબાદ આહવાન અને અગ્ની અખાડાના સંતો દ્વારા સ્નાન કરવામાં આવ્યું હતું .હર હર ભોલેના નાદ સાથે સાધુ સંત અને સાધુઓએ મૃગીકુંડમાં સ્નાન કરીને સૌને આશીર્વાદ આપ્યા હતા સાધુ સંતોના ભવનાથ મંદિરમાં આગમન સાથે જ પુષ્પ વર્ષા કરવામાં આવી હતી તેમજ હર હર મહાદેવના નાદથી સમગ્ર સમગ્ર સંકુલ ગુંજી ઉઠ્યું હતું સાધુ સંતોના સ્નાન પૂર્વે મહા આરતી કરવામાં આવી હતી .જેમાં મૃગી કુંડની પણ આરતી કરવામાં આવી હતી આ કુંડમાં કરોડો તીર્થ વસેલા છે. આ કુંડમાં સ્નાન કરનારને મુક્તિ મળે છે તે તેમ આ કુંડનું મહાત્મય છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







