ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે સંસ્કૃત સપ્તાહ-2025ની ઉજવણીની ભવ્ય શરૂયાત 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે સંસ્કૃત સપ્તાહ-2025ની ઉજવણીની ભવ્ય શરૂયાત

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરીના ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ-2025ની ઉજવણીના ભાગરૂપે આજે તારીખ 06 ઓગસ્ટ, 2025ના રોજ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના સંસ્કૃત સપ્તાહના ઉદ્દેશ્યને સાકાર કરવા અને સંસ્કૃત ભાષાના સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરવા માટે યોજાયો હતો. આ યાત્રાએ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને નવી ઊંચાઈઓ આપી, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમાજના વિવિધ સ્તરના લોકોનો ઉત્સાહભેર સહભાગ રહ્યો.આ ગૌરવ યાત્રાનું મુખ્ય આકર્ષણ શાળાના નાના નાના ભૂલકાઓ હતા, જેમણે ઋષિ-મુનિઓના વેશધારણ કરીને ભાગ લીધો. બાળકોના આ અનોખા પ્રયાસે ઉપસ્થિત લોકોના હૃદય જીતી લીધા અને સંસ્કૃત ભાષાના સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રૂપ આપ્યું. આ યાત્રામાં સુંદર આયોજન અને વ્યવસ્થા સાથે, સંસ્કૃત ભાષાના શ્લોકો અને ભજનોનું સમૂહગાન થયું, જે દ્રશ્ય દિલકશ અને આકર્ષક હતું.

અરવલ્લી જિલ્લા કલેક્ટર એ આ કાર્યક્રમમાં હાજર રહીને ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું. તેમણે સંસ્કૃત ભાષાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓને આ ભાષા શીખવા અને તેનો પ્રચાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમના સંબોધનમાં સંસ્કૃતની વૈશ્વિક અસર અને ભારતીય જ્ઞાન-વિજ્ઞાનના વિકાસમાં તેના યોગદાનની ચર્ચા કરવામાં આવી.આ કાર્યક્રમમાં સંસ્કૃત ભારતી,ગાયત્રી પરિવાર મોડાસા, બ્રહ્મા કુમારી પરિવાર મોડાસા, વિશ્વ હિન્દૂ પરિષદ, ઇન્ડિયા પોસ્ટ, એલઆઈસી તેમજ મોડાસાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ સક્રિય ભાગ લીધો. આ ઉપરાંત, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમ દ્વારા સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીને તેના મહત્વથી પરિચિત કરવાનો ઉદ્દેશ સફળ રહ્યો. સંસ્કૃત ગૌરવ યાત્રાએ શહેરમાં એક અનોખો ઉત્સાહ ઉભો કર્યો.

 

Back to top button
error: Content is protected !!