ભરૂચ એસ.ઓ.જી. એ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત અંકલેશ્વરના ભડકોદ્રા ગામે 7.75 લાખનો ગાંજાનો જથ્થો પકડ્યો.

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એસ.ઓ.જી. એ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત અંકલેશ્વરના ભડકોદ્રા ગામની અયોધ્યા નગર-1 સોસાયટીમાં થ્રિ વહીલ ટેમ્પોમાં મસાલાની આડમાં ભરેલ 4.43 લાખના ગાંજાના જથ્થા સહિત ચાર ઇસમોને 7.75 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભડકોદ્રા ગામની અયોધ્યા નગર-1 સોસાયટીમાં રહેતો સુનિલ છેદી મોર્યાએ મસાલા આડમાં થ્રી વહીલ ટેમ્પોમાં ગાંજાનો જથ્થો ભરેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી અજુફા વિમલ મુનક્કા વટીના ભરેલ 199 નંગ પાઉચમાંથી 44.375 કિલો ગ્રામ ગાંજા નો જથ્થો તેમજ વાહન મળી કુલ 7.75 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુનિલ છેદી રામ કેતારે મોર્યા, દિલીપકુમાર શ્રીભીમસેન ઉર્ફે ઉડડી ઉધોરામ તિવારી, અંશુમાનસિંગ રાધવેન્દ્ર પ્રતાપસિંગ રાજપૂત તેમજ રાજેન્દ્રકુમાર ધર્મીચંદ્ર લોહારને ઝડપી પાડયો હતો.




