MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી આશા વર્કર તેમજ આંગણવાડી વર્કરોએ પડતર પ્રશ્નો કલેક્ટર કચેરીએ ધરણા કર્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચા કર્યા

MORBI:મોરબી આશા વર્કર તેમજ આંગણવાડી વર્કરોએ પડતર પ્રશ્નો કલેક્ટર કચેરીએ ધરણા કર્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચા કર્યા

 

 

Oplus_131072

મોરબી કલેક્ટર કચેરીના પરિસરમાં આજે મોરબીની આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ એકઠા થઈને ધરણા કર્યા હતા. વર્કરોએ સૂત્રોચ્ચાર કરીને ‘અમે અમારો હક માંગીએ છીએ ભીખ નથી માગતા’, ‘વય મર્યાદા દૂર કરો’, ‘પેન્શન યોજના ચાલુ કરો’, ‘કાયમી કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ અંગે ઓલ ગુજરાત આશા વર્કર અને આંગણવાડી વર્કર યુનિયનના ઉપપ્રમુખ રંજનબેન સંઘાણીએ જણાવ્યું હતું કે, 2018 બાદ માનદ વેતનમાં એકપણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી. મોંઘવારી વધી રહી છે તેમ છતાં 6 વર્ષથી પગારમાં વધારો કરાયો નથી. સાથે જ આંગણવાડી વર્કરોના આ વર્ષના બજેટમાં 350 કરોડ રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો છે. તેથી બજેટમાં વધારો કરવામાં આવે અને તમામ બહેનોને ગુજરાત સરકારના નિયમ પ્રમાણે એક દિવસના 496 રૂપિયા લેખે લઘુતમ વેતન ચુકવવામાં આવે..

Oplus_131072

અંતમા જો તાત્કાલિક આ અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી તારીખ 20, 21 અને 22 ઓગસ્ટે સમગ્ર ભારતમાં હડતાળ પાડવામાં આવશે.

Back to top button
error: Content is protected !!