તા.૧૭.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:સામૂહિક આરોગ્ય કેન્દ્ર બોરડી ઇનામી ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો ભવ્ય પ્રારંભ
દાહોદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં શરૂ થયેલા “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો ભવ્ય પ્રારંભ દાહોદ જિલ્લાના બોરડી ઇનામી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યો. આ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ની આરોગ્ય શિબિરનો ઉદઘાટન દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે કરવામાં આવ્યો.અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ, માતાઓ અને બાળકીના આરોગ્યમાં સુધારો લાવી સમગ્ર પરિવારને આરોગ્યદાયક અને સશક્ત બનાવવાનો છે.કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્યએ નિક્ષય મિત્ર તરીકે ટીબી પીડિત વ્યક્તિને પોષણ કીટ અર્પણ કરી હતી. સાથે જ દાહોદ જિલ્લામાં 8મા રાષ્ટ્રીય પોષણ માસની શરૂઆતનો પ્રારંભ પણ કરાયો હતો.
કાર્યક્રમની મુખ્ય આકર્ષણો:ઝાયડસ મેડિકલ કોલેજના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી મોબાઇલ ટીબી વાન દ્વારા સ્થળ પરજ ટીબીની સ્ક્રીનિંગ સેવા મહિલાઓ માટે HIV, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સીકલ સેલ વગેરેની ખાસ તપાસ ગર્ભવતી તથા ધાત્રી મહિલાઓ માટે આરોગ્ય માર્ગદર્શન પોષણ અને રસીકરણ અંગે જાગૃતિ કાર્યક્રમ આ પ્રસંગે અધિક કલેક્ટર મિલિંદ દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, આરોગ્ય કેન્દ્રના અધિક્ષક તેમજ આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા દિવસોમાં અન્ય આરોગ્ય કેન્દ્રો પર પણ આવા આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે, જેના દ્વારા મહિલાઓ અને બાળકોને આરોગ્ય સેવાઓનો વધુ લાભ પ્રાપ્ત થશે.