GUJARATKUTCHMUNDRA

કચ્છના યુવાનો માટે ‘કચ્છ કાસા એકેડમી’નો ભવ્ય પ્રારંભ : નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

 

કચ્છના યુવાનો માટે ‘કચ્છ કાસા એકેડમી’નો ભવ્ય પ્રારંભ : નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

 

ભુજ, તા. 13 : ભારતીય જૈન સંગઠન (BJS) કચ્છ અને તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ – કચ્છ સંચાલિત માતૃશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબીયા કચ્છ કેરિયર અને સ્કિલ એકેડમી (KASA)ના કેન્દ્રનું ઉદઘાટન અને ન્યુ લોટક કોલોનીના મુખ્ય પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત કરવાનો ભવ્ય સમારોહ યોજાયો હતો. આ શુભ અવસરે સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજ દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રનું ઉદઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમના અધ્યક્ષ માનશ્રી મનીષભાઈ મોરબીયા (ઉદ્યોગપતિ), કાર્યક્રમના ઉદઘાટક માતૃશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબીયા, અને દાતા પરિવારના માનશ્રી રમેશભાઈ જેઠાલાલ મોરબીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના વ્યક્તિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક માનશ્રી વિકાસભાઈ સુંડાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કચ્છ કાસા દ્વારા કેરિયર અને સ્કીલ બંનેનો એકસાથે પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમણે કચ્છના યુવાન યુવતીઓને આ એકેડમીની મુલાકાત લેવા અને પોતાના કેરિયર તથા સ્કિલ ડેવલોપમેન્ટ માટે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે વિવિધ સમાજ, સંસ્થા અને દાતાશ્રીઓને કચ્છ કાસામાં વિવિધ સ્કિલની પ્રવૃત્તિઓ માટે આયોજન કરવા જણાવ્યું હતું, તેમજ ક્લાસ 1 થી 4 ના તાલીમ લેતા યુવા-યુવતીઓને માર્ગદર્શન આપવા કચ્છ પોલીસ તંત્રના સહયોગની ખાતરી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ફક્ત ડિગ્રીથી જ નહીં પણ અનેકવિધ સ્કિલથી વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે છે. સમારોહના અધ્યક્ષ શ્રી મનીષભાઈ મોરબીયાએ કચ્છના યુવાનોને કચ્છ કાસાની આ અનમોલ ભેટ બદલ અભિનંદન પાઠવ્યા હતા, જ્યારે દાતા શ્રી રમેશભાઈ મોરબીયાએ સુંદર આયોજન બદલ અભિનંદન સાથે ભવિષ્યમાં પણ સહયોગની ખાત્રી આપી હતી.

કચ્છ કાસાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ખંડોરએ માહિતી આપી હતી કે એકેડમીમાં યોગા, ક્લાસ 1 થી 4 રીડિંગ લાઇબ્રેરી, ફેશન ડિઝાઈનર, બ્યુટી પાર્લર, સીવણ, મોબાઈલ રીપેર જેવા વિવિધ ક્લાસો શરૂ કરવામાં આવ્યા છે. તેમણે કચ્છના લોકોને આ એકેડમીની મુલાકાત લેવા અપીલ કરી હતી અને કચ્છની વિવિધ સંસ્થાઓ, સમાજ, યુવક મંડળો અને મહિલા મંડળોને આ સંકુલમાં વિવિધ સ્કિલ ડેવલોપમેન્ટની પ્રવૃત્તિઓ માટે આમંત્રણ પાઠવ્યું હતું. અખિલ કચ્છ રઘુવંશી સોશીયલ ગ્રુપના પ્રમુખ માનશ્રી જયેશભાઈ સચદેએ જણાવ્યું હતું કે કચ્છ કાસા દ્વારા યુવાન-યુવતીઓને ખૂબ જ નવી નવી સ્કિલ માટેના આયામો મળશે અને આ સુંદર કાર્ય બદલ તેમણે હિતેશભાઈ ખંડોર અને સમગ્ર કચ્છ કાસાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે માન. શ્રી સ્મીતભાઈ ઝવેરી (પ્રમુખશ્રી, જૈન સાત સંઘ), માન. શ્રીમતી રશ્મીબેન સોલંકી (પ્રમુખશ્રી, ભુજ નગરપાલીકા), માન. શ્રી કમલેશભાઈ સંઘવી (સંઘવી મલ્ટી સ્પે. હોસ્પિટલ), માન. શ્રી હિતેશભાઇ પ્રભુદાસ સોની (પ્રમુખશ્રી મારુકંસારા સોની સમાજ ભુજ), માન. શ્રી માવજીભાઈ સોરઠીયા (ઉદ્યોગપતીશ્રી), માન. શ્રી જોરાવરસિંહજી. કે. રાઠોડ (પૂર્વ પ્રમુખશ્રી, કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા), માન. શ્રી કે. કે. પટેલ (સામાજીક આગેવાન), માન. શ્રી ધનશ્યામભાઈ ઠકકર (ઉપપ્રમુખશ્રી, ભુજ નગરપાલીકા), માન. શ્રી કશ્યપભાઈ ગોર (કાઉન્સીલરશ્રી, ભુજ), માન. શ્રી મિતભાઈ ઠક્કર (ભૂજ શહેર ભાજપ પ્રમુખ), માન. શ્રી કિર્તીભાઈ શાહ (પ્રમુખ તપાગચ્છ જૈન સંઘ ભુજ), માન. શ્રી રજનીભાઈ પટવા (પ્રમુખશ્રી ખતરગચ્છ જૈન સંઘ ભુજ), માન. શ્રી ધીરુભાઈ શાહ (પ્રમુખ શ્રી ભુજ છ કોટી જૈન સંઘ), માન. શ્રી કિશોરભાઈ મોરબીયા (પ્રમુખ શ્રી વાગડ બે ચોવીસી જૈન સમાજ ભુજ), માન. શ્રી નિલેશભાઈ મહેતા (શ્રી દશા શ્રીમાળી જૈન સમાજ ભુજ), માન. શ્રી ધીરેનભાઈ લાલન (કાઉન્સિલર શ્રી ભુજ), માન. શ્રી કાસમભાઈ કુંભાર (કાઉન્સિલર શ્રી ભુજ), માન. શ્રી કિરણભાઈ ગૌરી (કાઉન્સિલર શ્રી ભુજ), માન. શ્રી અશોકભાઈ હાથી (પ્રમુખશ્રી અનુસૂચિત મોરચો કચ્છ), માન. શ્રી જગદીશભાઈ મહેતા (ટ્રસ્ટી શ્રી છ કોટી જૈન સંઘ ભુવન), માન. શ્રી અમિતભાઈ શાહ (પ્રમુખ ભુજ યુવા ગ્રુપ), માન. શ્રી હાર્દિક મહેતા (પ્રમુખ ભુજ દશા શ્રીમાળી યુવક મંડળ ભુજ), માન. શ્રી રોનિતભાઈ શાહ (સરપંચ શ્રી વર્ધમાન નગર), ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ શ્રી હિરેનભાઇ રાઠોડ, નકુલભાઈ ગોર, કિરણભાઈ સોલંકી, ભુજ ભારતીય જૈન સંગઠન શહેર પ્રમુખ માન. શ્રી ધીરેનભાઈ પાસડ, ભુજ શહેર વુમન વિંગ પ્રમુખ શ્રીમતી ગીતાબેન પારેખ, માધાપર ભારતીય જૈન સંગઠન પ્રમુખ માન. શ્રી પ્રકાશભાઈ શાહ, માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ શ્રી દાદુભા ચૌહાણ, શ્રી કલુભા વાઘેલા, શ્રી વિજયભાઈ રાજપૂત તથા વિવિધ સમાજ, યુવક મંડળ અને મહિલા મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દાતા માતૃશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબીયા દ્વારા ન્યુ લોટક કોલોનીનું મુખ્ય પ્રવેશદ્વાર બનાવવાનું મહેમાનો દ્વારા ખાતમુહર્ત પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું હતું. જેમાં ડો. ઉમંગ સંઘવી (ઓર્થોપેડિક), ડો. રૂપાલી મોરબીયા (પલમોનોલોજીસ્ટ), ડો. સિદ્ધાર્થ શેઠીયા (જનરલ સર્જન), ડો. રાહુલ ત્રિવેદી (ક્રિટિકલ કેર એન્ડ પેઇન સ્પેશિયાલિસ્ટ), ડો. લહર જાદવ (બાળ રોગ નિષ્ણાંત), ડો. મૃગેશ શાહ (આંખના સર્જન), ડો. નીકી આઈ જોશી (દાંતના ડોક્ટર) અને ડો. ઉપાસના કે ચંદનાની (ફિઝિયોથેરાપીસ્ટ) સહિતના નિષ્ણાત તબીબોએ દર્દીઓને નિ:શુલ્ક અને રાહત દરે સારવાર આપી હતી. કેમ્પમાં ઓક્સિજન લેવલ, હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરની ફ્રી તપાસ પણ કરી આપવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત નવકાર મહામંત્રથી લતાબેન વોરા દ્વારા અને સ્વાગત ગીત મનિષાબેન મહેતા અને રક્ષાબેન કોઠારી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. મહામંત્રી કૌશલભાઈ મહેતાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભુજ તાલુકા BJS ના પ્રમુખ કેતનભાઇ શાહએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહામંત્રી નિરવભાઇ શાહ, કૌશલભાઈ મહેતા, ઉપપ્રમુખ રાહુલભાઇ મહેતા, મંત્રી રાજનભાઇ મહેતા, હિરેનભાઇ મહેતા, આશાપુરા ટ્રસ્ટના દાનવીરસિંહ મહેર, લક્ષ્મીબેન લુહાર, રાજેશભાઈ દોશી, દિપકભાઇ દોશી, દિપકભાઇ ડાંગર, મહિપાલભાઈ સુથાર, શૈલેષભાઇ વ્યાસ, અપેક્ષાબેન પટેલ, કુમકુમ સુથાર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :

-પુજા ઠક્કર,

9426244508,

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!