
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લા ના શિનોર તાલુકાના સાધલી 2 બેઠક ની ખાલી પડેલ બેઠક માટે તારીખ 16=2=2025 ના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી.
જ્યારે આજે તારીખ 18=2=2025 ના રોજ આ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું.
જેમાં ભાજપના પ્રકાશ પટેલ નો ભવ્ય વિજય થતા સાધલી ખાતે ભાજપના કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવાયો.
ઉલ્લેખનીય છેકે શિનોર તાલુકા પંચાયત ની સાધલી 2 બેઠક વિસ્તારમાં મુસ્લિમ વોટર વધારે હોય સાધલી 2 બેઠક માં સાત ટર્મ થી ભાજપનો કબ્જો જોવા મળ્યો છે.
જ્યારે સાધલી 2 બેઠક ની પેટા ચૂંટણી માં પણ ભાજપના પ્રકાશ પટેલ નો ભવ્ય વિજય થતા ભાજપના શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સંકેત પટેલ દ્વારા તમામ મતદારો નો આભાર માન્યો હતો.
વાત કરીએ તો ભાજપ ના શિનોર તાલુકા પ્રમુખ સંકેત પટેલ બન્યા બાદ સંકેત પટેલ ની આગેવાની માં આ પહેલી ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના પ્રકાશ પટેલ નો ભવ્ય વિજય થતા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તેમજ ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ ચંદ્રકાંત પટેલ દ્વારા સંકેત પટેલ ને અભિનંદન પાઠવ્યા હતા.




