BANASKANTHAGUJARATTHARAD
		
	
	
થરાદના નારોલી સેજાના રડકા ગામની આંગણવાડી માં બાળદિવસની ઉજવણી કરવામાં આવી

આજરોજ નારોલી સેજામાં સેવસેતુ કાર્યક્રમમાં 45 મહિલાઓ,17 કિશોરીઓ હાજર રહ્યા હતા. cdpo કાશ્મીરાબેન ઠાકર,PSE પરમાર નારણભાઈ, MS અંજનાબેન દ્વારા અન્નપ્રાસન અને બાળદિવસની ઉજવણી કરવામાં આવી. ECCE કીટનું નિદર્શન કર્યું.
આંગણવાડીમાં ઉજવવામાં આવતા 4 મંગળવાર ની રૂપરેખા બાદ,ત્રીજા મંગળવાર નું મહત્વ, icdsની તમામ યોજનાઓની માહિતી આપી,માતૃ શક્તિ,પૂર્ણાં શક્તિ,બાલ શક્તિ ના પેકેટમાંથી બનતી વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું.
3 થી 6 વર્ષના બાળકોને 17 થીમ દ્વારા આંગણવાડી માં આપવામાં આવતા શિક્ષણની ચર્ચા કરી.કુપોષણ દૂર કરવા બહેનોને પોષણ યુક્ત ઘટકો અને તેના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
				




