વિધાર્થીના વાલી આજે દિયોદર શિક્ષણ વિભાગને રજૂઆત કરશે

• શિક્ષક સામે ખાતાક્રીય કાર્યવાહી કરવા વાલીઓની માંગ યથાવત્•
દિયોદર સોનગઢ (સોની) પ્રાથમિક શાળામાં વિધાર્થીને ઢોર માર મારવાનો મામલો :શિક્ષણ વિભાગ ની ચુપકીદી
પ્રતિનિધિ: દિયોદર કલ્પેશ બારોટ
• પોલીસ તપાસ ધમધમાટ શિક્ષક પ્રત્યે વાલીઓમાં રોષ ભભૂક્યો
• વિધાર્થીના વાલી આજે દિયોદર શિક્ષણ વિભાગને રજૂઆત કરશે
દિયોદર ની સોનગઢ (સોની) પ્રાથમિક શાળામાં શુક્રવારે ધોરણ 4 ના વિધાર્થી ને પેન્સિલ લેવા જેવી બાબતે શાળામાં શિક્ષક દ્વારા ઢોર માર મારવાના મામલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે જેમાં કસૂરવાર શિક્ષક સામે ખાતાક્રીય કાર્યવાહી કરવા વિધાર્થીના વાલીએ માંગ કરી છે જેમાં સોમવારે વિધાર્થીના વાલીઓ દ્વારા દિયોદર શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ વિભાગના દ્વાર ખખડવાની તૈયારી દર્શાવી છે તેવું વિધાર્થીના વાલીએ જણાવ્યું છે
દિયોદર ની સોનગઢ (સોની) પ્રાથમિક શાળામાં ધોરણ 4 માં અભ્યાસ કરતા એક વિધાર્થી ને શાળામાં શિક્ષક અશ્વિન પટેલ દ્વારા ઢોર માર મારી દિવસ ભર ભૂખ્યો રાખવામાં આવ્યો હોવાના મામલે વિધાર્થી ના વાલીઓએ સોનગઢ પ્રાથમિક શાળાના શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ ને લઈ ન્યાય માટે બાયો ચડાવી હતી જેમાં પોલીસ મથકે લેખિત ફરિયાદ બાદ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા વિધાર્થીના વાલી રોષે ભરાયા હતા જેમાં કસૂરવાર શિક્ષક સામે ખાતાક્રીય કાર્યવાહી કરવા માટે સોમવારે દિયોદર શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણ વિભાગ ને ન્યાય માટે લેખિત રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે આ બાબતે વિધાર્થીના વાલીએ જણાવ્યું હતું કે અમને ન્યાય જોઈએ છે પોલીસ તંત્ર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો જરૂર પડશે તો કોર્ટ ના દ્વાર પણ ખખડાવીશું અમો ન્યાય માટે સોમવારે દિયોદર શિક્ષણ વિભાગ ને લેખિત રજૂઆત કરીશું
•જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ના કરતા વિધાર્થીના વાલીઓમાં રોષ
ચાલુ શાળામાં ધોરણ 4 ના વિધાર્થી ને શિક્ષક દ્વારા માત્ર પેન્સિલ લેવા જેવી બાબતે ઢોર માર મારવા ના મામલે કસૂરવાર શિક્ષક સામે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા વિધાર્થીના વાલીઓ માં રોષ ફેલાયો છે જેમાં શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરાય તેવી માંગ કરાઇ છે





