GUJARATHALOLPANCHMAHAL

હાલોલ બાર એસોશિએશન દ્વારા વકીલ સુરક્ષા માટે કાયદો લાગુ કરવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર આપ્યું 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૫.૬.૨૦૨૪

હાલોલ વકીલ મંડળ દ્વારા પ્રોટેક્શન એક્ટ કાયદો પસાર કરવા ની માંગ સાથે હાલોલ મામલતદાર તેમજ હાલોલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો હોવાથી સુરક્ષા અને સલામતી ની ચિંતા હવે કાયદાના રક્ષકોને પણ સતાવી રહી છે. રાજ્યભરના વકીલોએ આજે સરકાર સામે દેખાવ કરી તેમની સલામતી અને સુરક્ષા માટે વકીલ પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે તેવી માગ કરી સમગ્ર રાજ્યભરમાં આવેદનપત્રો આપવામાં આવ્યા છે.જે અંતર્ગત હાલોલ બાર એસોશિએશન દ્વારા વકીલો મોટી સંખ્યામાં એકત્રિત થઇ હાલોલ મામલતદાર તેમજ હાલોલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને વકીલ મંડળ દ્વારા દેખાવો પણ કર્યો હતો.રાજ્યભરમાં દોઢ લાખ ઉપરાંત વકીલો પ્રેકટીશ કરી રહ્યા છે.ત્યારે બાર એસોસિએશના વકીલો ઉપર હિંસાત્મક હુમલાઓ સામે તેમને રક્ષણ મળે તે માટે ગુજરાત વકીલ પ્રોટેક્શન એક્ટનો તાત્કાલિક અમલ કરવામાં આવે તેવી માંગ સાથે વકીલ મંડળ દ્વારા જાણવામાં આવ્યું છે કે જો વકીલો અને તેમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત નહીં હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત નહીં કરી શકાય.સમાજના હિત માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય બનીને કામગીરી કરી શકે તે માટે વકીલને રક્ષણ મળવું જોઈએ.કાયદાના જ્ઞાની અને કાનૂન વ્યવસ્થાના ચક્કરમાં ફસાયેલા દોષિત અને નિર્દોષોનો પક્ષ લઈ અદાલતોમાં ન્યાયીક લડાઈ લડતા વકીલો હવે પોતાને રાજ્યમાં અસુરક્ષીત મહેસુસ કરી રહ્યા છે.વકીલ સુરક્ષા માટે બિલ પસાર કરી કાયદો અમલમાં લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.ઉપરાંત વકીલો ઉપર થતી હિંસાઓ અને હુમલાઓ સામે કાયદાના રક્ષકોએ રક્ષણ માંગવુ પડે તે હદે કાયદો વ્યવસ્થા કથળી છે. પાલનપુરમાં તેમજ જામનગર ના વકીલ ઉપર થયેલો હુમલો અને હત્યાઓ,અમરેલીમાં વકીલના પરિવારજનની હત્યા,ધમકીઓ તેમજ ખોટી ફરિયાદોનો ઉલ્લેખ કરતું આવેદનપત્ર પાઠવી ગુજરાત રાજ્ય વિધાનસભામાં વકીલ સુરક્ષા અધિનિયમન તાત્કાલિક અસરથી પસાર કરવામાં આવે અને રાજ્યમાં તેનો અમલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!