GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદ પોલીસ સ્ટેશનના અપહરણ-દુષ્કર્મના એક વર્ષથી નાસતો ફરતો આરોપી અમરેલીથી ઝડપાયો
Halvad:હળવદ પોલીસ સ્ટેશનના અપહરણ-દુષ્કર્મના એક વર્ષથી નાસતો ફરતો આરોપી અમરેલીથી ઝડપાયો
હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ-દુષ્કર્મના ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમી ના આધારે હળવદ પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૦૭૪૮/૨૦૨૩ આઈપીસી કલમ ३६३, ૩૭૬ (૨), જે.એમ.૩૭૬ (૩) ૧૪૪ તથા જાતીય ગુન્હાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિ યમની કલમ- ૪,૫(એલ)૬ વી. મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ગોવિંદ પર્વતભાઈ નાયક (રહે.અણિયાદ) હાલ અમરેલી જિલ્લાના તલાલી ગામની સીમમાં રહેતો હોવાની ચોક્કસ માહિતી મળતાં સ્ટાફના માણસોએ ઉપરોક્ત સ્થળ પર જઈ તેની અટક કરી હળવદ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે