DAHODDEVGADH BARIAGUJARAT

દેવગઢબારિયા નજીક એક ગામમાંથી પીડિત મહિલાના પતિ ધરમાં પડેલું અનાજ વેચી નશો કરતો હતો પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પ લાઈનની મદદ લીધી 

તા.૨૦.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Devgadhbariya:દેવગઢબારિયા નજીક એક ગામમાંથી પીડિત મહિલાના પતિ ધરમાં પડેલું અનાજ વેચી નશો કરતો હતો પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પ લાઈનની મદદ લીધી

દેવગઢબારિયા નજીક એક ગામમાંથી પીડિત મહિલાએ ફોન કરી અને 181 મહિલા હેલ્પ લાઈનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ તેઓએ જણાવેલ નામે પહોંચ્યા બાદ જાણવા મળે કે તેઓને તેમના પતિ દ્વારા આર્થિક રીતે હેરાનગતિ હોવાથી તેઓએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી. પીડીતાને બે બાળકો હતા. અને તેઓના પતિ દરરોજ નશા ની હાલતમાં ધુત રહેતા હતા. પીડિતતા જણાવે છે કે તેઓના પતિ તેઓના ઘરમાં જે ખાવા માટે અનાજ મૂકેલું હોય છે તે ચુપકે થી વેચી આવે છે. અને જે પણ પૈસા આવે છે તે ઘરમાં આપતા નથી. અને કંઈ પણ સમાન લાવતા નથી. અને તેઓના બાળકોને પણ ભણવા મોકલતા નથી જેથી તેઓના બાળકોને તેઓના પિયરમાં એ ભણવા મુકેલા હતા. પીડિતાના ઘરમાંથી અનાજ વારંવાર વેચી આવતા હતા જેથી તેઓ બીજાના ઘરે અનાજ મૂકી આવતા હતા. પીડિતા ના પતિ કોઈ પણ ધંધો કરતા ન હતા. તેઓનો પરિવાર સાચવતા ન હતા જેથી પીડિતાના પતિને સમજાવેલ કે તમારો નાનો એવો પરિવાર છે તો તમારી પણ જવાબદારી આવે છે તેઓની જરૂરિયાત પૂરી કરવી. તમારા બાળકોને ભણાવવાની અને તેઓને જરૂરિયાત ચીજ વસ્તુ લાવવાની તમારી જવાબદારી છે તમે આમ નશા ની હાલતમાં રહો તો તમારા શરીરને પણ નુકસાન થાય છે અને તમને તમારા બાળકો આવી હાલતમાં જોવે તો તેઓના પર પણ અસર પડે છે ભવિષ્યમાં તેઓ પણ આવી રીતે નશાની હાલતમાં રહી શકે. ત્યારબાદ પીડિતા ના પતિએ જણાવેલ કે હવે પછી હું મારા બાળકોને ગામની શાળામાં ભણવા મુકીશ અને હવે પછી ઘરમાંથી અનાજ ચોરી કરી અને વેચીશ નહીં અને ગમે તે ધંધો કે મજૂરી કરી અને ઘરમાં જરૂરિયાત સામાન લાવીશ અને પોતાના પરિવારને સુખે થી રાખીશ જેથી પીડિતાના પતિને પોતાની ભૂલ સમજ્યા હતા તેઓએ પીડિતા પાસે માફી માંગી અને પોતાની ભૂલ સ્વીકાર કરેલ જેથી સુખદ સમાધાન કરેલ છે

Back to top button
error: Content is protected !!