NANDODNARMADA

રાજપીપળા ખાતે એસબીઆઈના પેન્શનર્સ ની મિટિંગ મળી, જેમાં ૫૦ અને ૭૦ થી વધુ વયના કર્મચારીઓ નું સન્માન કરાયું

રાજપીપળા ખાતે એસબીઆઈના પેન્શનર્સ ની મિટિંગ મળી, જેમાં ૫૦ અને ૭૦ થી વધુ વયના કર્મચારીઓ નું સન્માન કરાયું

જુનેદ ખત્રી રાજપીપલા

રાજપીપળા ગૌરી હોટલ ખાતે એસબીઆઈના પેન્શનર્સ ની એક મિટિંગ રાખવામાં આવી હતી જેમાં ૫૦ થી વધુ તેમજ ૭૦ વર્ષના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં એજીએમ આશિષ રંજન તથા એચ આર મેનેજર હિંમત સિંઘ તેમજ એસબીઆઈ પીએના પ્રેસિડન્ટ આર બી ચોકસી જનરલ સેક્રેટરી કમલ કાદરી તથા એસબીઆઇના ઓફિસ બેરર હાજર રહ્યા તેઓના હસ્તે પેન્શનર્સ નું સન્માન કરાયું હતું

 

કાર્યક્રમમાં જે જે પટેલ, અતુલભાઇ ટેલર, સીસી ગુજ્જર, બીજે શાહ પણ હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું

 

૭૦ વર્ષથી વધુ વયના પેન્શનર્સ જે.જે. પટેલ, એમ.કે. વસાવા, તરલીકાબેન બારડ, ચંપાબેન પટેલ, જયાબેન રાણા નું સન્માન કરાયું હતું ઉપરાંત ૫૦ વર્ષથી વધુ લગ્ન જીવન સંપન્ન થવા બદલ જશભાઈ પટેલ અને સુધાબેન પટેલનું પણ સન્માન કરાયું હતું તેમજ તમામ પેન્શનર્સ સભ્યોની સારા સ્વાસ્થ્ય સાથે ઉમંગ ભર્યા જીવન માટે પ્રાર્થના કરી હતી

Back to top button
error: Content is protected !!