GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

જગદીશ ત્રિવેદીના અંગ્રેજી જીવનચરિત્રનું અમેરીકા ખાતે ભવ્ય વિમોચન

તા.21/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગુજરાતના ગૌરવ સમાન હાસ્ય કલાકાર લેખૂક ચિંતક અને ઉમદા સમાજ સેવક તેમજ પદ્મશ્રી પુરસ્કૃત ડો. જગદીશ ત્રિવેદીના અઠ્ઠાવન વરસના સંઘર્ષમય જીવન ઉપર અંગ્રેજી ભાષાના જાણીતા પત્રકાર અને લેખક નિશ્ચલ સંઘવી દ્રારા અંગ્રેજી ભાષામાં Extraordinary Story of an Ordinary Man નામથી પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે જેની પ્રથમ આવૃત્તિનું અમદાવાદ અને રાજકોટ ખાતે ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું ત્યારે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી શાહબુદીન રાઠોડ, પદ્મશ્રી તુષાર શુક્લ, રતિલાલ બોરીસાગર , ભાગ્યેશ જ્હા, અજય ઉમટ, આરજે દેવકી, ડો. શરદ ઠાકર, સાંઈરામ દવે , જય વસાવડા, સુભાષ ભટ્ટ, સમીર ભટ્ટ તેમજ ડો. અવની વ્યાસ વગેરે વક્તા તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા એ પુસ્તકની બીજી આવૃત્તિ માત્ર અમેરીકામાં રહેતા જગદીશ ત્રિવેદીના ચાહકો માટે પ્રગટ થઇ હતી જેની સંપૂર્ણ બારસો નકલ જગદીશ ત્રિવેદીના ચાહક અને મિત્ર અશોકભાઈ નારીચાણીયા દ્રારા ખરીદવામાં આવી હતી અને ભારતીય સિનિયર સિટિઝન ઓફ શિકાગોના પ્રમુખ શ્રી હરીભાઈ પટેલના ધર્મપત્ની સ્વ. શારદાબહેન હરીભાઈ પટેલની પૂણ્યસ્મૃતિમાં આ સંસ્થાના બારસો જેટલાં સભ્યોને ભેટ આપવામાં આવી હતી એ બીજી આવૃત્તિનું આજે તા.૨૦/૭/૨૫ રવિવારની સાંજે કેરોલ સ્ટ્રીમ ખાતે આવેલા રાણા રેગન કોમ્યુનિટી સેન્ટરમાં વિશ્વવંદનીય કથાકાર પૂ. ભૂપેન્દ્રભાઈ પંડ્યાના વરદહસ્તે વિમોચન કરવામાં આવ્યુ હતું ભૂપેન્દ્રભાઈ પંડ્યા તેમજ હરીભાઈ પટેલે આ પ્રસંગે જગદીશ ત્રિવેદીનું સન્માન કરી એમની સમાજસેવાને બિરદાવી હતી.

Back to top button
error: Content is protected !!