વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે સંતરામપુર તાલુકામાં આવેલ સાતકુંડા ઇકોટુરિઝમ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે સંતરામપુર તાલુકામાં આવેલ સાતકુંડા ઇકોટુરિઝમ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
***
મંત્રીશ્રી મુળુભાઈ બેરા અને મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ઇકોટુરિઝમ સાઈડનું નિરીક્ષણ કર્યું
***
સાતકુંડા ખાતે લોકાર્પણ થયેલ ઇકોટુરિઝમ થકી સ્થાનિક લોકોને રોજગારી મળી રહેશે – મંત્રીશ્રી મુળુભાઈ બેરા
***
કુદરતી સૌંદર્યથી ભરપૂર સાતકુંડા ખાતે આવેલ મહાદેવનું મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર – મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર
***
અમીન કોઠારી
મહીસાગર
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ સાતકુંડા ઇકોટુરિઝમનું લોકાર્પણ કેબિનેટ કક્ષાના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને અને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના પ્રવાસન સ્થળોના વિકાસ થયા છે. ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે પ્રવાસીઓમાં માટે અનેક સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોટા શહેરોમાં વસવાટ કરતા લોકો જંગલ અને પહાડોથી વધુ આકર્ષાય માટે સરકાર દ્વારા કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તાઓમાં પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક વિકાસના કામો કરવામાં આવે છે. આજે સાતકુંડા ખાતે લોકાર્પણ થયેલ ઇકોટુરિઝમ થકી સ્થાનિક લોકોને રોજગારી મળી રહેશે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, કુદરતી સૌંદર્યથી ભરપૂર સાતકુંડા ખાતે આવેલ મહાદેવનું મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. સાતકુંડા ખાતે ચોમાસા દરમિયાન પથરાયેલી વનરાજી પ્રવાસીઓને આકર્ષે છે અને દર વર્ષે અનેક પ્રવાસીઓમાં આ સ્થળની મુલાકાત લે છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. મંત્રીશ્રી મુળુભાઈ બેરા અને મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ઇકોટુરિઝમ સાઈડનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષક સુશ્રી નિશા રાજ દ્વારા સ્વાગત પ્રવચન કર્યું હતું અને સામાજિક વનીકરણ વિભાગના નાયવ વન સંરક્ષક શ્રી વી આર ડામોરે આભારવિધિ કરી હતી. મંત્રીશ્રીઓ સહિત ઉપસ્થિત મહાનુભાવો વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, વડોદરા વર્તુળ સી સી એફ શ્રી અંશુમન શર્મા,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી નંદાબેન, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ સહિત સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





