DAHODGUJARATJHALOD

ઝાલોદ તાલુકાના ખરસાણા પુલ નજીક બાઈક અકસ્માતની ઘટના સામે આવી

તા.૨૭.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:ઝાલોદ તાલુકાના ખરસાણા પુલ નજીક બાઈક અકસ્માતની ઘટના સામે આવી છે.

લખનપુરના રહેવાસી રવિન્દ્રભાઈ ચારેલ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક સંતુલન ગુમાવતા બાઈક સાથે અનેકવાર પટકાયા અને ઇજાગ્રસ્ત બન્યા.અકસ્માતની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને ફોન કર્યો. માહિતી મળતાં જ 112ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ફર્સ્ટ એઇડ આપી પ્રાથમિક સારવાર કરી.112 ટીમની ઝડપી કામગીરીથી ઇજાગ્રસ્તની હાલત ગંભીર બનતા અટકી, સ્થાનિકોએ માનવતાભર્યા અભિગમ બદલ 112 સ્ટાફની પ્રશંસા કરી.આ કામગીરીમાં કટારા જયેશભાઈ (કોલર), મુકેશભાઈ સંગાડા (PC), ઋત્વિક ડોડીયાર (પાઈલટ) અને નિલેશભાઈ ચરપોટ (HG) એ પ્રશંસનીય ફરજ બજાવી.સમયસર મળતી 112 જેવી ઇમરજન્સી સેવા જીવન બચાવવામાં કેટલી મહત્વની છે તે ઘટના દ્વારા ફરી સાબિત થયું છે

Back to top button
error: Content is protected !!