મુળીના ધોળીયા ગામે ગેરકાયદેસર કોલસાની ચાલુ ખાણ ઉપર પોલીસ ખાણ ખનીજ વિભાગનો રાત્રીએ દરોડો
10 મજુરો અને માલિક સામે 5.40 લાખની ખનીજ ચોરીનો કેસ દાખલ
તા.07/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
10 મજુરો અને માલિક સામે 5.40 લાખની ખનીજ ચોરીનો કેસ દાખલ
સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકાનાં ગામોમાં હાલમાં પણ ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી રહી છે ત્યારે ગતરાત્રીના સમયે મુળી પોલીસ દ્વારા પેટ્રોલીંગમાં રાતે ૧ કલાકની આસપાસ ચરખી મશીન ચાલુ હોય જોવા મળેલ હોય તપાસ કરતાં અંદર મજુરો કામ કરી રહ્યાનું જણાતા તેઓએ ખાણ ખનીજ વિભાગની ટીમને જાણ કરતાં તેઓ પહોંચી ગયા હતા અને રાતે ધોળીયા સરપંચને જાણ કરી ટ્રેકટર મંગાવી મજુરોને બહાર કાઢવામાં આવ્યા હતા જેઓ કુલ દશ મજુરો બહાર આવતા તેઓની સામે અને માલિક સામે ખાણ ખનીજના અધિકારી નૈતિક કણજરીયાએ દંડનાત્મક પગલાં સાથે કુલ ખનીજ કોલસો અને ચરખી મશીન સહિત કુલ ૫.૪૦ લાખના ખનિજ ચોરીનો કેસ મુળી પોલીસ મથકે દાખલ કરવામાં આવતાં સનસનાટી મચી જવા પામી છે જેમાં આરોપી લલીત જનકભાઈ સાતોલા, અક્ષય દેવકુ સાતોલા, કિશન ધીરૂભાઇ સાતોલા, બુધાભાઈ દેવકુ સાતોલા, અજય કાનાભાઈ બોહકીયા, વિક્રમ હેમતભાઈ, વિપુલ ધીરૂભાઇ સાતોલા, હરેશગટુભાઈ, રાયમલ સાગરભાઈ સાતોલા, જેમાભાઈ લખમણભાઈ સાતોલા, અભાભાઈ ભુદરભાઈ થરેશા રહે તમામ ધોળીયા મુળી ગત ૧૩ જુલાઈના રોજ મુળી ના ભેટ ગામે ગેરકાયદેસર કોલસાની ચાલુ ખાણમાં ૩ મજુરના કમકમાટી ભર્યા મોત સાથે જામવાળીમાં ૩ મજુર ના મોત ખાખરાથળ ગામે ૧ મજુરના મોતની શાહી હજું સુકાઈ નથી તેમછતાં આ કોલસાનો કાળો કારોબાર ખનિજ માફીયાઓ રાત્રીના સમયે ચલાવી રહ્યા છે ખાણ ખનીજ વિભાગના અમુક લાંચિયા અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે તમામ ગેરકાયદેસર ખાણો સરકારી જમીન અને ગૌચર જમીન પર ધમધમી રહી છે ત્યારે ખનીજ માફીયાઓ સામે લેન્ડગ્રેબીંગ પાસાનો કોરડો વિંજવામા આવે અને દંડનાત્મક પગલાં ભરવામાં આવે તેવી ગામલોકોની માંગ ઉઠવા પામી છે અને ધોળીયા સરપંચને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તલાટીને સસ્પેન્ડ કરવામાં આવે તો જ આ ખનીજ ચોરી બંધ થશે.