GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર ના વીરપર અને ભીમગુડા ગામની વચ્ચે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

WANKANER:વાંકાનેર ના વીરપર અને ભીમગુડા ગામની વચ્ચે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
વાંકાનેર:- વાંકાનેર તાલુકાના વીરપર અને ભીમગુડા ગામની વચ્ચે તાલુકા પોલીસે રેડ પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે 100 લીટર ગરમ આથો 400 લીટર ઠંડો આથો અને 40 લિટર ગરમાગરમ દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 26,200 ના મુદ્દા માલ સાથે આરોપી ડાયાભાઈ મનજીભાઈ વિજવાડીયા રહે ઓળ ગામ વાળાને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લીધો હતો, જ્યારે બીજો આરોપી ભુદર ચોથભાઈ ડાંગરોચા પોલીસને જોઈને ભાગી ગયો હતો, વાંકાનેર તાલુકા પોલીસે ભુદરને ફરાર દર્શાવી બંને આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરી હતી.







