
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : મુડશી ગ્રુપ ગ્રામ પંચાયતના માહિતી અધિકારીએ માહિતી ન આપતા ગાંધીનગર આયોગમાં અપીલ દાખલ કરાઈ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મૂડશી ગ્રુપ ગામ પંચાયત વિસ્તારના એક અરજદારે મુડશી ગ્રામ પંચાયતમાં જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત ત્રણેક માસ પહેલા માહિતી માગવામાં આવી હતી પરંતું જાહેર માહિતી અધિકારી દ્વારા આજ દિન સુધી અરજદારને માહિતી પૂરી પાડવામાં ન આવતા અરજદારે ગાંધીનગર માહિતી આયોગમાં અપીલ દાખલ કરી હતી અને માહિતી માગી હતી અને માહિતી ન આપનાર ગામ પંચાયતના જાહેર માહિતી અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.





