GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: જસદણના બળધોઈ ગામે તળાવ સુધારણાની કામગીરીનો શુભારંભ કરાવતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૫/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Jasdan: “સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૨૫” તથા “કેચ ધ રેઈન 2.0” અંતર્ગત જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાનાં બળધોઈ ખાતે સોનારીયા તળાવ ઉંડું કરવાના કામનો શુભારંભ કરાવ્યો હતો.

તળાવ સુધારણાની કામગીરી રાજકોટ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના યાંત્રિક વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ કામગીરી અન્વયે તળાવને ઉંડું ઉતારવામાં આવશે. તળાવની માટીનો ઉપયોગ આસપાસનો પાળો મજબુત બનાવવામાં કરવામાં આવશે. માટીના પાળા પર પથ્થરોનું પીચીંગ કરવામાં આવશે. સોનારીયા તળાવના કારણે બળધોઈ ગામ તથા આસપાસના વિસ્તારની જમીન નવપલ્લવિત થશે.

આ પ્રસંગે બળધોઈ ગામના અગ્રણીશ્રીઓ તથા જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના અધિકારીશ્રીઓ તથા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!