GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

દેશના કામદારોના હિતને અગ્રેસરતાની જરૂર

 

રાષ્ટ્રના પાયા સમાન શ્રમીકોના પેન્શન/ઇપીએફ માટે વધુ એક અપીલ કરાઇ

જામનગર (ભરત ભોગાયતા)

રાષ્ટ્રના વિકાસનો પાયો ઉત્પાદન,નિર્માણ અને યાંત્રીક સુસજ્જતા છે અને આ પાયામાં શ્રમ હોય છે અને શ્રમ હોય ત્યાં શ્રમીક હોય તે નિર્વિવાદ બાબત છે, વૃદ્ધિ,વિકાસ અને પ્રગતિના મુળભૂત અંગ એવા શ્રમીકો માટે રાષ્ટ્ર કક્ષાએથી મજૂરોના/શ્રમીકોના હિત માટે ખાસ કરીને નિવૃતિ પેન્શન/ઇપીએફ લાભ અન્ય સુવિધાઓ માટે રાષ્ટ્રીય મજદૂર સંઘના જનરલ સેક્રેટરી એડવોકેટ-નોટરી પંકજ જોશી સહયોગીઓ સાથે દરેક સ્તરે તંત્રને રજુઆત કરી રહ્યા છે આવેદન પત્રપાઠવી રહેલ છે તેમજ સતત પત્ર વ્યવહાર કરી રહ્યા છે ત્યારે તાજેતરની એક મુલાકાત વખતે તેઓએ માધ્યમોને જણાવ્યુ હતુ કે અમો શ્રમીક/મજદૂરના હિતો માટે તાકીદે કેન્દ્ર સરકાર હિતકર નિર્ણય લે તેવી અપીલ કરીએ છીએ તેમજ આ માટે અપીલના સમર્થનમાં સૌ શ્રમીકો દરેક સંમેલનમાં ઉપસ્થિત રહી લોકશાહી ઢબે સંઘ શક્તિ દર્શાવી પદ્ધતિસરની રજૂઆતનો હિસ્સો બને તેવો અનુરોધ પણ કરીએ છીએ.

દરમ્યાન એક વિષયને ધ્યાને લઇએ તો પેન્શન મંડળની કેન્દ્રીય સંઘર્ષ સમિતિએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે કે બોર્ડ,નિગમની કચેરી કે અન્ય ખાનગી કંપનીમાં ૩૫ વર્ષ નોકરી કરીને નિવૃત થયેલા ઈપીએસ-૯૫ નાં પેન્શનરોને નજીવી પેન્શનની રકમ ચૂકવવામાં આવે છે. આ ઈપીએસ પેન્શન ધારકોને સરકારની વૃધ્ધ પેન્શન સહાય યોજનામાં સમાવેશ કરવા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી.ઈપીએસ-૯૫ પેન્શન મંડળનાં કેન્દ્રીય સંઘર્ષ સમિતનાં પ્રતિનિધિ જગદીશ પીઠડે રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, ઈપીએસ-૯૫ નાં અંદાજે ૭૮ લાખ જેટલા પેન્શનરો છે, જેઓ એસ.ટી.,જીઈબી જેવા બોર્ડ નિગમમાં લાંબો સમય નોકરી કરીને વયનિવૃત થયા છે. તે પેન્શનરોને દર માસે માત્ર રૂ.૧ હજારથી અઢી હજાર જેટલુ પેન્શન ચૂકવવામાં આવે છે. જે નજીવાપેન્શનથી પરિવારનું ગુજરાન થઈ શકે નહીં. કેન્દ્રીય સંઘર્ષ સમિતિએ મિનિમમ પેન્શન રૂ.૭૫૦૦, મોંઘવારી ભથ્થુ અને પતિ-પત્નિને આજીવન મેડિકલ સુવિધા આપવાની માંગ છેલ્લા ૮ વર્ષથી કરવામાં આવી રહી છે. જે અંગે આંદોલન પણ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકારે માંગ સ્વિકારી હતી, પરંતુ આજ દિવસ સુધી તેની કોઈ અમલવારી કરી નથી. જેની અમલવારી કરવાની ફરી માંગ કરાઈ હતી.ગુજરાત સરકાર દ્વારા વૃધ્ધ પેન્શન સહાય યોજના રૂપે લાગતા વળગતા વૃધ્ધોને માસિક રૂ. ૧ હજાર પેન્શન સહાય આપવામાં આવે છે. તો વાર્ષિક રૂ.૧,૨૦,૦૦૦ થી ઓછી આવક ધરાવતા પેન્શન ધારકોને વૃધ્ધ પેન્શન સહાય આપવાની રાજય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.

આ વિષય ઉપર વિસ્તૃત છણાવટ કરતા મજૂર મહાજન સંઘ ના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી એડવોકેટ-નોટરી પંકજ જોશીએ જણાવ્યુ છે કે મજુર/ કામદાર કર્મચારી ના ઇપીએફ પેન્શનમાં કોઈ જાતના ડીએ ના વધારા કરવામાં આવતા નથી 2014 માં લઘુત્તમ પેન્શન મિનિમમ રૂપિયા એક હજાર કરવામાં આવેલ ત્યારબાદ આટલી બધી મોંઘવારી હોવા છતાં પણ કોઈ દિવસ પેન્શનમાં મોંઘવારીનો વધારો આપવામાં આવેલ નથી તેમજ એક વેધક સવાલ મજદૂરોમાંથી ઉઠ્યો છે કે , કામદાર/ કર્મચારી મજૂરે શું ગુનો કર્યો છે??

વિશેષમાં શ્રી જોશી જણાવે છે કે આજના દિવસમાં રૂપિયા 1000 થી ષમિક પરીવારનું ગુજરાત ચાલે ખરું?? જ્યારે મજૂર ગુજરી જાય તો તેના પત્નીને નજીવું એવુ નિર્વાહ એક હજાર રૂપિયા આપવામાં આવે છે કેટલા પેન્શનદારોને તો એક હજાર રૂપિયા પણ મળતા નથી ત્યારે આવી કાળજાળ મોંઘવારીમાં સામાન્ય માણસ જીવી શકે ખરો?? તો તાત્કાલિક સરકારે મજૂરના કામદારના પેન્શનમાં ઇપીએફમાં લઘુત્તમ રૂ ૭૫૦૦ નું પેન્શન જાહેર કરવું જોઈએ

વખતોવખત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારીના ટકા આપીને વધારો આપ્યા જ કરે છે એકમાત્ર હિન્દુસ્તાનના કામદાર કર્મચારીઓ ને ઈ પી એફ માં કે ડીએનો કોઈ આંક આપવામાં આવતો નથી તો બાકી કેન્દ્રના રાજ્યના તેમજ કામદારોને કર્મચારીઓને હંમેશા મોંઘવારીના આંક મળે છે એકમાત્ર ઇપીએફ પેન્શનદારોને કોઈ જ મોંઘવારીનો ડીએનો વધારો મળતો નથી અને વીસ વર્ષે પેન્શન બંધ થઈ જાય છે એ પણ નરી વાસ્તવિકતા છે ઘણા કામદારોએ કેપીટલ વિમો લીધો હોય તેમને ૨૦ વર્ષે પેન્શન બંધ થઈ જાય તેમજ કામદારના મૃત્યુ થાય તો તેને વીડો પેન્શન માત્ર રૂપીયા એક હજાર જ આપવામાં આવે છે જ્યારે રાજ્ય સરકારની યોજના પ્રમાણે રૂપિયા ૧૨૫૦ વીડો પેન્શન આપવામાં આવે છે તો કામદારો ઉપર કેટલો ફેરફાર છે તે દેખાય આવે છે જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને વર્ષે વર્ષે વધારો મોંઘવારીનો મળે છે જ્યારે એકમાત્ર કામદાર કર્મચારીઓ ને 2014 થી 2024 સુધી માં કોઈ જ લઘુત્તમ પેન્શનમાં કે મોંઘવારી રૂપિયા વધેલ નથી ત્યારે કામદારોને તપાસતા માલુમ પડે કે હાલમાં દર મહિને રૂપિયા 800 થી રૂપિયા 900 જ આવે છે તો સરકારને ખાસ અપીલ કરતા મજૂર મહાજન સંઘના જનરલ સેક્રેટરી (રાષ્ટ્રીય)એ આ તકે અપીલ કરી છે કે તાત્કાલિક ઇપીએફમાં લઘુતમ પેન્શનમાં વધારો કરવામાં આવે તેની તાતી જરૂર છે આ માટે સરકારએ સહ્રદયતા પુર્વક શ્રમીકોના હિત ધ્યાને લેવા જોઇએ તેમ પણ આ અપીલમાં ઉમેરાયુ છે તેમજ આગામી દિવસોમાં આ અંગે ખાસ મહત્વની મીટીંગ કરવાનું આયોજન છે તેમ પણ જનરલ સેક્રેટરી એડવો કેટ-નોટરી પંકજ જોશીએ ઉમેર્યુ છે

સી આઈ ટી યુ ના અશોકભાઈ સોમપુરાએ આ તકે આ વિષયને વધુ ને વધુ સર્ક્યુલેટ કરી સરકાર સુધી સૌ ની વાત પહોંચાડવા પણ સૌ મજદૂરો (શ્રમીકો) ને અનુરોધ કર્યો છે.

મહત્વની વાત એ છે કે હાલના યુગમાં સૌ ની વ્યસ્તતા હોય છે સૌ નીજરૂરીયાત હોય છે સૌ ને સુખાકારી મળવી પણ જોઇએ ત્યારે રાષ્ટ્રના ઘડતરના પાયાના પથ્થર સમાન શ્રમીકો માટે માત્ર થોડુ જ વિચારવાનું છે એક મહત્વનો અને સારાંશભર્યો હુકમ કરવાનો છે એક છેવાડાના માનવીના ઘરમાં ચૂલો સળગે અને જઠરાગ્ની શાંત થતો રહે તેની જરૂર છે તે માટે કામદારો માટેની આ ભારપૂર્વકની વખતોવખતની આ સાર સભર વાસ્તવિક રજૂઆતો અમો કેન્દ્ર સરકારને અપીલ સહ કરીએ છીએ તેમ પણ શ્રી જોશીએ આ દર્દ અને સંવેદના સભર રજૂઆતમાં ઉમેર્યુ છે કે કામદારોના હિત માટે અમોને સેક્ટર વાઇઝ અનેક સમાધાનો માટે સફળ અને પરીણામલક્ષી કડી બનવાની તક મળી છે તો આ રાષ્ટ્રીય અને સરકાર સ્તરના મહત્વના મુદે કામદારોના હિતમાં અમોને જરૂર સફળતા મળશે તેવા આશાવાદ સાથે અને તે માટે અમારી રજુઆતો દરેક સ્તરે યોગ્ય સમયાંતરે કરતા જ રહેશું તેમ પણ જનરલ સેક્રેટરી શ્રી જોશીએ વધુમાં જણાવ્યુ છે

આમેય રાષ્ટ્રની ધરી સમાન કામદારોના ખૂબ સામાન્ય હિત જળવાય તો તેથી કઇક પણ સન્માન પુર્વક શ્રમીક પરીવાર જીવન ગુજારે તેવા ઉકેલ ત્વરીત થાય તે રાષ્ટ્રની ગતિશીલતા માટે દુરંદેશીતા ગણાય છે અને વિકસીત રાષ્ટ્રમાં શ્રમીકોનો ઉત્સાહ જળવાય શકે છે તેમ આ ક્ષેત્રના અનેક નિષ્ણાંતોનો અભિપ્રાય છે

યોગાનુયોગ ભારતના શ્રમ અને રોજગારમંત્રી માન. શ્રી માંડવીયાજી   ગાંધીભૂમિ પોરબંદરથી સાંસદ છે અને ઋજુતા ધરાવતા સંવેદનશીલ નેતા છે તેમજ ભારતના વડાપ્રધાન માન. શ્રીમોદી સાહેબ છેવાડાના માનવી,ગરીબ માનવી,વંચિત માનવીઓના હિત માટે કટીબદ્ધ છે ત્યારે વરસોથી થતી કામદારોના હિતની રજુઆત ચોક્કસ ધ્યાને લેવાઇ શકે છે તેમ પણ કાયદા વિશ્ર્લેષકોનો અભિપ્રાય છે
_____________________

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!