GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વડવાળા દેવ સરસ્વતી વિદ્યાલય ખાતે ૭૬માં વન મહોત્સવની મહાનગર પાલિકા કક્ષાની ઉજવણી યોજાઈ

સાંસદ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ

તા.03/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સાંસદ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ

આજરોજ સાંસદ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં વડવાળા દેવ સરસ્વતી વિદ્યાલય ખાતે ૭૬માં વન મહોત્સવની મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી યોજાઈ હતી આ પ્રસંગે સંબોધન કરતાં સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે વન મહોત્સવની શરૂઆત મહાન વિચારક અને સાહિત્યકાર કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી જે આજે પણ પર્યાવરણ સંરક્ષણના પ્રતીક તરીકે ઉજવાય છે આ મહોત્સવના અનુસંધાને આજે સુરેન્દ્રનગર જિલ્લામાં મહાનગરપાલિકા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ યોજાયો છે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને જીવનનો આધારસ્તંભ પણ છે પરંતુ આજે આપણે વૃક્ષોના અવિવેકી નાશને કારણે આફતોનું નિર્માણ કરી રહ્યા છીએ જો વૃક્ષો નહીં સચવાય તો આપણું અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ જશે એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જિલ્લાને હરિયાળો બનાવવા માટે વૃક્ષ વાવેતર અત્યંત જરૂરી છેશસુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવા અને તેમનું જતન કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે વન વિભાગને સહયોગ આપીને દરેક વ્યક્તિએ આ અભિયાનમાં સક્રિય પણે ભાગ લેવો જોઈએ આ ઉપરાંત, કેન્સર જેવી ગંભીર બીમારીઓને નાથવા માટે આજના સમયમાં દરેક ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી જોઈએ એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થઈને દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને તેનું જતન કરવાનો સંકલ્પ લેવો જોઈએ આ માત્ર એક કાર્યક્રમ તરીકે ન રહે, પરંતુ એક વ્યાપક ઝુંબેશના સ્વરૂપે વિસ્તરે અને સમગ્ર જિલ્લામાં વૃક્ષ વાવેતરનું મોટું આંદોલન બને. વન વિભાગ, સ્થાનિક સંસ્થાઓ અને નાગરિકોના સંયુક્ત પ્રયાસો થકી આપણે જિલ્લાને હરિયાળો બનાવી ગ્રીન કવરમાં વધારો કરવા જણાવ્યું હતું દરેક ઘરમાં એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લઈ, “છોડમાં રણછોડ, જીવમાં શિવ, વૃક્ષમાં દેવતાના દર્શન”ની ભાવના સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપતાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે લોકો વનોનું સાંસ્કૃતિક અને પારંપરિક મહત્વ સમજે તેમજ વૃક્ષ વાવેતર અને તેના જતન માટે વર્ષ ૨૦૦૪થી હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઐતિહાસિક તથા ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોએ સાંસ્કૃતિક વન સ્થાપવાની પરંપરા શરૂ કરી હતી આ પરંપરાને આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગળ વધારતા આ વર્ષે ૨૪માં સાંસ્કૃતિક વનનું ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ભક્તિ વન (ચોટીલા) અને વટેશ્વર વન (સુરેન્દ્રનગર) જેવા સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે આ તમામ સાંસ્કૃતિક વનો સંસ્કૃતિ અને ધર્મને વૃક્ષોસાથે જોડવાનું અનોખું કાર્ય કરે છે આજે ગ્લોબલ વોર્મિંગ, અનિયમિત વરસાદ, અતિશય ગરમી, પાણીની અછત, ભૂગર્ભ જળનું ઘટતું સ્તર અને પ્રદૂષણ જેવા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પડકારોનું મુખ્ય કારણ વૃક્ષોની અવગણના છે એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે ઔષધિઓ પૂરી પાડે છે અને પર્યાવરણને સંતુલિત રાખે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીપળાના વૃક્ષનું વાવેતર કરી એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરાવી હતી રાજ્યમાં ૬૧૫ જેટલા રસ્તાઓ પર ૭ લાખથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવશે આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૪ લાખ ૯ હજાર વૃક્ષોના રોપાઓનો વિવિધ નર્સરીઓમાં ઉછેર કરવામાં આવ્યો છે જે જિલ્લાના ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો કરશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં વૃક્ષોનું અનન્ય સ્થાન છે વૃક્ષો આપણા જીવનનો અભિન્ન ભાગ બનવા જોઈએ આ વન મહોત્સવ દ્વારા પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને વૃક્ષોના મહત્વને પ્રોત્સાહન આપવામાં આવે છે આ અભિયાનને સફળ બનાવવા માટે સૌનો સહયોગ અપેક્ષિત છે આવો, પ્રકૃતિની રક્ષા માટે એક વૃક્ષ વાવીએ અને લીલુંછમ ભવિષ્ય ઘડવા સૌને તાકીદ કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ અને વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો આ કાર્યક્રમમાં વડવાળા મંદિર મહંત શિવરામદાસ બાપુ, અગ્રણી સર્વેશ્રી જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ, દેવાંગ રાવલ, જીજ્ઞાબેન પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગ્વહાણે, નાયબ વન સંરક્ષક સક્કિરા બેગમ, નાયબ વન સંરક્ષક વિભા ગોસ્વામી સહીતના વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!