નવસારી: વલસાડથી પ્રસ્થાન થયેલી ગોદાવરી પ્રવાહ રોડયાત્રા નવસારી પહોચતા પુષ્પ વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયો…
MADAN VAISHNAVNovember 30, 2025Last Updated: November 30, 2025
2 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૩૦: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે વલસાડ જિલ્લાથી શરૂ થયેલી ગોદાવરી પ્રવાહ રોડયાત્રાનો નવસારી જિલ્લામાં પ્રવેશ થતા સ્થાનિક નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોદાવરી પ્રવાહ યાત્રા અંતર્ગત નવસારી જિલ્લાના દુધિયા તળાવ ડાન્સીંગ ફુવારા રોડયાત્રા પહોંચતા સ્થાનિક નાગરિકો અને યુવાનો દ્વારા ફૂલોની વર્ષા સાથે યાત્રાળુઓનું સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ આ યાત્રા નગરના અલગ અલગ બજારો થઇ સુરત જિલ્લાના પલસાણા જવા રવાના થઇ હતી.
આ યાત્રામાં રાષ્ટ્રીય કક્ષાના પ્રતિનિધિ શ્રી વરુણ ઝવેરી, શ્રી રોહન સૈગલ, શ્રી વિષ્ણુ બસોયા, શ્રી સિદ્ધાર્થ શુક્લા, શ્રી વિશાલ પટેલ, શ્રી સુયાશ પાંડે, શ્રી દેવાંશ શાહ, શ્રી અંકિત સૌરમા સહિત ગુજરાત કક્ષાના પ્રતિનિધિ ભાવિકાબેન ઘોઘાઈ, શ્રી સુરજ દેસાઈ, શ્રી યશ ગોસાણી, શ્રી હિતેશ પટેલ, નવસારી જિલ્લાના શ્રીમતી શીતલ સોની સહિત મુંબઈ અને નવસારી જિલ્લાના વિવિધ સમિતિના યુવકો આ રોડ યાત્રામાં સહભાગી થયાં હતા.
નોંધનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની બે વર્ષ સુધી ઉજવણી કરવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયના ભાગરૂપે, ગુજરાતમાં સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા સુધીની રાષ્ટ્રીય સ્તરની યાત્રા ‘સરદાર@ ૧૫૦: યુનિટી માર્ચ ગત તા.૨૬-૧૧-૨૦૨૫ થી આગામી તા.૬-૧૨-૨૦૨૫ દરમિયાન વલસાડ જિલ્લામાંથી પ્રારંભ કરી અનુક્રમે નવસારી, સુરત, ભરૂચ થઈ નર્મદા જશે.
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVNovember 30, 2025Last Updated: November 30, 2025