HALOLPANCHMAHAL

હાલોલ પંથકમા બારે મેઘ ખાંગા,નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં,આજે સોમવારે 7 ઇંચ વરસાદ નોંધાયો,MGVCL ની ઘોર બેદરકારીથી નગરમાં અંધારપટ છવાયો 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૬.૮.૨૦૨૪

રાજ્યના હવામાન વિભાગે સક્રિય ત્રણ સિસ્ટમોને કારણે કેટલાક ભાગોમાં ભારે તો કેટલાક માં અતિભારે વરસાદ સાથે રાજ્યભર માં વરસાદ થવાની આગાહી કરી છે, ત્યારે છેલ્લા ત્રણ દિવસ થી સતત વરસાદ વરસી રહ્યો છે,પંચમહાલ જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં મેઘરાજા વરસી રહ્યા છે, અને છેલ્લા 24 કલાકમાં પંચમહાલ જિલ્લામાં સિઝન નો કુલ સરેરાશ વરસાદ 794 mm થઈ ગયો છે.દરિયા માં એક સાથે ત્રણ સિસ્ટમો સક્રિય થતા હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે પાછલા ત્રણ દિવસ થી પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. આજે પંચમહાલ ના તમામ તાલુકાઓ માં વરસાદ વરસ્યો છે,જેમાં આજે સોમવારે વહેલી સવારથી રાત્રે સાડા આઠ વાગ્યા સુધીમાં 7 ઇંચ હાલોલ તાલુકામાં વરસાદ નોંધાયો છે.હાલોલ માં વહેલી સવાર થી સતત વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણી થી ભરાઈ ગયા હતા, બાયપાસ રોડ ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા તો, અરાદ રોડ ઉપર પણ નીચા વિસ્તરો માં પાણી વહેતા થયા હતા, હાલોલ માંથી વહેતી વિશ્વામિત્રી નદી ના કોતરોમાં ઉપરવાસ માંથી ભારે પાણી આવતા આજુબાજુ ના વિસ્તારો તેમજ અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.નગરના અનેક વિસ્તારો માં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું.વહેલી સવારે વરસાદ વરસતા પાવાગઢ રોડ પર એક મહાકાય વૃક્ષ પણ ધરાશાઈ થયું હતું જેને તંત્ર દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જ્યારે પંથકમા વહેલી સવારથી વરસાદ શરૂ થતાંજ વીજ પ્રવાહ ખોરવાયો હતો જે રાત્રે સાડા આઠ વાગ્યા સુધીમાં પણ વીજ પ્રવાહ શરૂ થયો ન હતો જેને લઇ નગરજનોએ એમજીવીસીએલ પર રોષ વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!