GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામ્યુકો ફાયર બ્રાંચ કેટલુંક કરે???

ફાયર બ્રિગેડના જવાનોની જે સેવા છે એ બિરદાવવા લાયક છે ચીફ હેડનું પણ મળતુ મોટીવેશન

વાત્સલ્યમ સમાચાર
જામનગર -ભરત ભોગાયતા

જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખા કેટલું કામ કરે છે તેનો અંદાજ લગાવ્યો છે??? દરેક જવાનો ને ચીફ ફાયર ઓફીસરનું પ્રેરણા બળ ચીફ ફાયર ઓફીસરનું છે તાજેતરમાં પ્રમોશન મેળવેલા ફાયર સ્ટેશન ઓફીસર ફાયર ફાયટરના ડ્રાઇવરો આગ બુઝાવવા જહેમત ઉઠાવતા જવાનો ને વરસો બાદ કઇક સારા ક્વાટર અને સારા તેમજ પુરતા સાધનો મળ્યા તે જહેમત ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્ર્નોઇની છે આ શાખામાં રૂટીન પબ્લીક ડીલીંગ ન હોય આ તો હમણા ફાયર એન.ઓ.સી.માટે સરકાર જાગી છે તો કામ વધ્યુ તે પણ વહીવટી કામ કરનાર સાથે ડીલીંગ હોય છે જો કે વહીવટી સ્ટાફ પણ ઘટે છે તેમાં પણ ફાયર જવાનો સમય મળ્યે સેવા આપે છે.
આગ ક્યારે લાગશે ક્યા લાગશે કેવડી આગ હશે……વગેરેનો અંદાજ કોલ ઉપરથી ન આવે પરંતુ જામનગરની ભુગોળના જાણકાર મોટાભાગના જવાનો કોલ ઉપરથી અંદાજ કરી તે મુજબ વ્યવસ્થા સાથે જ કોલ આવ્યા ભેગા વાહનો દોડાવે છે તેમજ ડ્યુટી છે તેટલા જ કોલમાં ગયા તેવુ નથી હોતુ મોટી આગ હોય તો બીજા જવાનો ને જે ડ્યુટી પુરી કરી હમણાં જ ઘરે ગયા હોય રાત હોય કે દિવસ હોય તહેવાર હોય કે ઉત્સવ તેમને પણ જરૂર મુજબ બોલાવવા પડે અને આગના સ્થલકે જો કોઇ ફસાયા હોય તો તેમને જીવના જોખમે આ જવાનો બચાવે છે આગ બુઝાવે છે આગના સ્થળ મુજબ કામગીરી કરે છે આ બધું જ તાલીમ ધગશ અને ફરજ નિષ્ઠાની વાત છે જે તેમના ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્ર્નોઇ પુરી પાડે છે

જામનગર વિસ્તરતુ ગયુ છે જામનગર આજુબાજુ પણ ફાયર બ્રિગેડને ઘણીવાર ફરજ બજાવવા જવુ પડે છે હવે તો ઇમરજન્સી/ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત આગ સિવાયની દુર્ઘટના વખતે રેસક્યુ અને રીલીફ માટે ફાયરના જવાનો દોડી જાય છે એક જ ધ્યેય છે ફરજ સારી રીતે બજાવવી તે માટે જવાનો પોતાના જમવાના સુવાના ફેમીલી સાથે રહેવાના વગેરે સમયનો ભોગ સેવા દરમ્યાન ઘણી વખત આપે છે તેમજ આગ બુઝાઇ જાય કે રેસક્યુ રીલીફ કામગીરી પુરી થઇ કે કોઇ ફંક્શન વખતે ખડેપગે રહ્યા બાદ કોઇ એમ બોલે છે કે ફાયર જવાનોનો આભાર……….અરે…આગ બુઝાવવાના ચાર્જ પણ રેગ્યુલર ભરપાઇ થતા નથી….!!!.bravo fire brigade team &chief fire officer

હવે રેકર્ડ ઉપરની વધુ ત્રણ ચાર બાબત જોઇએ તો….ફાયર શાખાને ટેકનીકલ સાથે વહીવટી કામગીરીનો ભાર પણ છે તેમણે જેટલા આસામીઓના ફાયર સેવા ચાર્જીસ બાકી હોય તે પત્રક અવાર નવાર ઉપર વહીવટી અને સતાધારી વિભાગમાં રજુ કરવાના હોય વળી પુછાણ થાય કે કેમ ફાયર ચાર્જીસ વસુલાતા નથી? એના જવાબ આપવા વગેરે…..હવે કોઇ આસામી સમયસર ન ભરે ચાર્જ તો શું ઝઘડો કરવાનો??? ફાયર શાખા તે બાકીદારોને બધાને યાદી આપતી જ હોય છે વળી ઓડીટમાં પણ નોંધ આવે કે આટલો ફાયર ચાર્જ વસુલવાનો બાકી છે….!!!

ઉપરાંત હમણા હમણાં તો ફાયર એન.ઓ.સી.નું ભૂત ધુણ્યુ છે કંઇ કે ફાયર શાખાને આ કામ બહુ વધી ગયુ છે તો વળી ઉપરથી પુછાણ આવે કેટલા ફાયર એન.ઓ.સી.અપાયા ? ક્યાં ક્યાં અપાયા?પત્રક નિયમીત રજુ કરવા…..વળી એ કસરત કરવાની ઉપરથી આક્ષેપો થાય કે… તમે અમુક જગ્યાએ નોટીસ નથી આપતા….હવે આનુ શું કરવું?? નોટીસ આપવાના પેરામીટર હોય સીલ મારવાના પેરામીટર હોય કંઇ આખુ જામનગર થોડુક કઇ સીલ કરવાનું છે? પબ્લીકનુ પણ જોવાનું ને?સરકાર કહે જ છે કે સહ્રદયતાથી પગલા લો…..ભલે ઠરાવ કે પરીપત્ર આવો લેખીત ન હોય પણ આ સરકાર વહીવટી પગલામાં માનવતાથી આગળ વધવા સંકેત આપે છે અને આ સંકેતનું પાલન ફાયર શાકજા કરે છે તો ખોટું શું કરે છે?? અને સીલ મારો ….તેવા હુકમ છુટે…..પછી શરતી સોગંદનામા આપે એટલે સીલ ખોલવાના….વળી આમાથી કોઇ જગ્યાએ આગ અકસ્માત ગંભીર બને તો ક્યે ફાયરના જવાબદારોએ જોયુ નહતુ? ચેક નહતુ કર્યુ ?ખુલાસા પણ પુછાય……તો પછી ફાયર શાખા કેટલુંક કરે…..? એ તો કોક વિચારો આડેધડ કહેવાતો વિકાસ કોઇએ રોક્યો નહી ને હવે લોકોની સલામતીના માપદંડના અમલ કરાવવાના…..શું સંખ્યાબંધ બાંધકામો તોડાવવા? અને ક્યાંક માનવતાથી કાયદાનિજ મર્યાદા મા રહી મોટુ મન રખાય તો ક્યે તરફદારી કરી…..વહાલા દવલા નિતી છે…..વગેરે ….વગેરે….આમાં ઝુંબેશ કરવી ય કેમ? છતાય ફાયર બ્રિગેડ ટીમ હસતા મોઢે ફરજ બજાવે છે ને શું થાય? બધો જ સ્ટ્રેસ દબાવી કામ કરતા જ જાય છે ને?

હજી એ બધુ ચાલે છે તો ફાયર શાખાએ જ્યાં આગ લાગી હતી ત્યાં આગ ઠારી તો ત્યાં નુકસાનીનું કેટલી કેટલી રકમનું સર્ટીફીકેટ અાપ્યુ? તે પણ ઉપર રજુ કરવાનું વખતો વખત .હવે ફાયર શાખા તો જેટલુ નુકસાન થયુ તેટલી રકમનુ તેમના સર્વેક્ષણ મુજબ સર્ટીફીકેટ આપે ને??? તેમાં સમગ્ર શાખાનુ કોઇ પક્ષપાતી વલણ ન હોય કે કોઇ ભર ભલામણ રાખવી કે વધુ વિમો પાકે એટલે નિયમ વિરૂદ્ધ વધુ નુકસાની દર્શાવતુ સર્ટીફીકેટ આપવુ તેવો હેતુ જરાય નથી હોતો છતાય નોકરી છે ઉપરથી મંગાય તે આપવાનું બસ……
વળી અમુક તો કહે કે દર વખતની સ્ટેન્ડીંગ કમીટીમાં ફાયર શાખાના વાહનોના રીપેરીંગ પાર્ટસ ઓઇલ વગેરેના જંગી ખર્ચ જાણમાં મુકાતા જ રહે છે….હવે આટલા વાહન…સ્પીડમા દોડાવવાના …
કેવા સારા કે ખરાબ રસ્તા તે જોયા વગર અને બનાવો પાછા વધતા જ જાય છે તો વાહન રીપેરીંગ સર્વિસ વગેરે કરાવવા જ પડે તો અમુક ક્યે કોઇ દી જામનગર શહેરના મોટા ગેરેજ કે શહેર બહારના મોટા ગેરેજ પર ફાયર ના વાહનો રીપેર માટે પડેલા ખાસ કઇ જોવા નતયી મળતા ને વાહન રીપેરીંગ ખર્ચ આટલા બધા થયા કેમ? અરે ભાઇ ફાયર ના વાહન પ્રાયોરીટીમાં રીપેર થાય તે પડ્યા જોવા ન મળે અને એક સાદા સ્કુટર રીપેરમાં જાય તો પંદરસો બે હજાર ખર્ચ થાય તો ફાયર શાખાના મસમોટા વાહન ના ખર્ચ હજારો કે લાખ ઉપર થઇ શકે એ સ્વાભાવિક છે ને?

________________

—-regards

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!