હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના જન્મ દિવસની ઉજવણીને લઈ હાલોલ લઘુમતી સમાજ દ્વારા મેઘા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો,153 ઉપરાંત રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૫.૭.૨૦૨૫
હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના જન્મદિવસની ઉજવણી આજે 25 જુલાઈ શુક્રવારના રોજ સમગ્ર હાલોલ પંથકમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી કરવામાં આવી હતી.જેમાં વહેલી સવારથીજ ભાજપા કાર્યાલય ખાતે કાર્યકરો જયદ્રથસિંહ પરમારને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવા પહોચ્યા હતા.હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલિકેબ વેલ્ફર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર,ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.જ્યારે આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો આરંભ કરવામાં આવ્યો હતો.જેમા લઘુમતી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા અને બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ આપી રક્તદાન એ મહાદાન ના એમ સાથે રક્તદાન કર્યું હતું ત્યારે આ પ્રસંગે હાલોલ મહાજન આરોગ્ય મંડળના પ્રમુખ ભરતભાઈ પરીખ,સર્વોદય હોસ્પિટાલિટી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને પાલિકાના કોર્પોરેટર સલીમભાઈ સરજોન, વોર્ડ નંબર 5 ના ભાજપા કોર્પોરેટર અજીજુલભાઈ દાઢી ઉર્ફે ડબાભાઈ,એહસાનભાઈ વાઘેલા,આરેફાબાનું મકરાની,કોકીલાબેન સોલંકી તેમજ સામાજિક કાર્યકર ફારુકભાઈ બાગવાલા, મુસ્લિમ ઘાંચી પંચના પ્રમુખ સમીરભાઈ બજારવાલા સામાજિક કાર્યકર ઈકબાલભાઈ કેસરી,સામાજિક કાર્યકર સંજયભાઈ પટેલ સહિત લઘુમતી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા જ્યારે મહત્વની વાત એ હતી કે આ રક્તદાન કેમ્પમાં એક દિવ્યાંગ યુવક જેમાં શેખ રહીમભાઈ સલીમભાઈ સુરતવાળા જે ઓટો રીક્ષા ના ફોરમેન છે તેઓએ પણ સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજીને પોતે પણ રક્તદાન કર્યું હતું અને આ દિવ્યાંગ વ્યક્તિની રક્તદાન કરવાની પહેલને ઉપસ્થિત લોકોએ બિરદાવી હતી.જ્યારે હાલોલ મહાજન આરોગ્ય મંડળના પ્રમુખ ભરતભાઈ પરીખે લઘુમતી સમાજના આભાર વ્યક્ત કર્યો હતો.










