દીકરાના લગ્નમાં નવો રાહ ચીંધતા જોષી પરિવારે અન્નપૂર્ણા રથ શરૂ કર્યો..
પુત્રના લગ્નમાં આવેલ ચાંલ્લાની રકમ પણ અન્નપૂર્ણારથમાં જરૂરિયાત મંદો માટે વાપરવા સંકલ્પ..

દીકરાના લગ્નમાં નવો રાહ ચીંધતા જોષી પરિવારે અન્નપૂર્ણા રથ શરૂ કર્યો..
————————————
પુત્રના લગ્નમાં આવેલ ચાંલ્લાની રકમ પણ અન્નપૂર્ણારથમાં જરૂરિયાત મંદો માટે વાપરવા સંકલ્પ..
—————————————-
કાંકરેજ તાલુકાના શિહોરી (કુંવારવા) ગામના વતની અને હાલ પાટણમાં નિવાસ કરતા મહેન્દ્રભાઈ અને સુરેશભાઈ દ્વારા કાંકરેજ વિસ્તારમાં અનેકવિધ સામાજિક તથા સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહી સહયોગ કરતા હોય છે.તેમણે ફરી એક વાર તેમના દીકરા ચિ.પાર્થ તેમજ પુત્રવધૂ ચિ.મેશ્વા ના લગ્ન પ્રસંગે એક ઉત્તમ સેવાભાવનો દાખલો પુરો પાડયો છે.પાટણ ખોડાભા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ લગ્ન પ્રસંગે સમગ્ર પરિવારની ઈચ્છાથી અન્નપૂર્ણા રથ શરૂ કરી જરૂરિયાતમંદ લોકોને ભોજન વ્યવસ્થા પુરી પાડવાનો એક સંકલ્પ કરી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે.રામ- લક્ષ્મણ ની જોડી સમાન ઓળખાતા બંને ભાઈઓ વર્ષોથી ધાર્મિક,સામાજિક અને માનવ સેવાના કાર્યોમાં સદાય અગ્રેસર રહ્યા છે.”અન્ન દાન એ મહા દાન”, “જગતમાં અન્નથી મોટું કોઈ દાન નથી”જેવી ઉક્તિને સાર્થક કરતાં બંને ભાઈઓ જરૂરિયાતમંદ,વૃદ્ધ,બીમાર અને ગરીબ લોકો સુધી દરરોજ પૌષ્ટિક ભોજન પહોંચાડવાના હેતુથી અન્નપૂર્ણારથની શરૂઆત કરી છે.મહેન્દ્રભાઈ અને સુરેશભાઈના જણાવ્યા અનુસાર લગ્ન પ્રસંગે સ્નેહીજનો દ્વારા આવેલ પાંચ લાખ રૂપિયા જેટલી ચાંલ્લાની માતબર રકમ પણ શિહોરી તેમજ આજુબાજુના ૧૫ થી ૨૦ કિલોમીટર વિસ્તારમાં રહેતા ગરીબ,વૃદ્ધ,નિરાધાર, અશક્ત તેમજ જરૂરિયાતમંદ લોકોની યાદી બનાવી દરેકને રથ દ્વારા ભોજન પહોંચતું કરવામાં આવશે.આવનારા સમયમાં પણ આ સેવા અવિરત ચાલુ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530




