અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ની જ્યોતિ કળશ યાત્રા ગોધરા ખાતે યોજાઈ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર ના સંસ્થાપક વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગ દૃષ્ટા,યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી ના સાધના ની સ્વર્ણિમ જન્મ શતાબ્દી નિમિતે તેમજ સ્નેહ સલીલા માતા ભગવતી દેવીજી ના જન્મ શતાબ્દી ના ઉપલક્ષ માં જ્યોતિ કલશ યાત્રા આખા વિશ્વ માં પરિભ્રમણ કરી રહી છે, ગુજરાત માં પણ આ જ્યોતિ કળશ છેલ્લા 406 દિવસ પરિભ્રમણ કરી 407 માં દિવસે જ્યોતિ કલશ યાત્રા ગોધરા નગર માં પ્રવેશી છે, ત્યારે જ્યોતિ રથ યાત્રા નું સ્વાગત ગોધરા નગર ની વિવિધ ધાર્મિક તથા સેવાભાવી સંસ્થાઓ તથા વિવિધ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું, આ પ્રસંગે દાઉદી વ્હોરા સમાજ ના અગ્રગણ્ય શ્રી ઇમરાનભાઈ ઇલેક્ટ્રિકવાળા, શ્રી જયંતી ભાઈ શાહ જીવકલ્યાણ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી, શ્રી પ્રદીપભાઈ સોની (લાયન્સ ક્લબ ) શ્રી પ્રકાશ ભાઈ દીક્ષિત (રોટરી ક્લબ તથા સદવિચાર પરિવાર ના અગ્રગણ્ય ) શ્રી જીતેન્દ્રભાઈ ઠાકર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહામંત્રી ગુજરાત રાજ્ય શ્રી રાજેશ ભાઈ વારિઆ ( પ્રમુખ શ્રી ભારત વિકાસ પરિષદ) બ્રહ્મા કુમારી વિશ્વ વિધાલય ના બે પ્રતિનિધિ બહેનો તથા ગોધરા સિવિલ હોસ્પિટલ ના સિવિલ સર્જન આદ.મોનાબેન પંડ્યા તથા સમસ્ત ગાયત્રી પરિવાર ગોધરા દ્વારા બી.વી.ગાંધી પેટ્રોલ પંપ પાસે પ્રભા કુંજ સોસાયટી ખાતે ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું , જ્યોતિ કલશ યાત્રા પોતાના નિર્ધારિતમાર્ગ પર પરિભ્રમ કરી ને ચાંદની ચોક પાસે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી જ્યાં દબ દબાભેર સ્વાગત કરવા માં આવ્યું, ત્યાર બાદ આશ્રમ રોડ, અંકલેશ્વર મહાદેવ રોડ થઈ ને લાલ બંગલા થઈ ને શુક્લ સોસાયટી ગાયત્રી શક્તિ પીઠ પર આગમન થયું જ્યાં સિવિલ સર્જન આદ. મોનાબેન પંડ્યા દ્વારા આરતી કરવા માં આવી.
જ્યોતિ કલશ રથ યાત્રા નું તથા કળશ ધારી બહેનો નું ગાયત્રી શક્તિ પીઠ પર ઉપઝોન ના સંયોજક શ્રી રામજીભાઈ ગરાસિયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, ત્યાર બાદ 11 થી 12 દરમિયાન ગોષ્ઠી નો ક્રમ રહ્યો, બપોરે 12 કલાકે ગોષ્ઠી ની પૂર્ણાહુતિ કરવામાં આવી, ત્યાર બાદ મહા પ્રસાદ ની વ્યવસ્થા કરવા માં આવી.
જ્યોતિ કલશ રથ યાત્રા નું સંચાલન
શાંતિકુંજ ના પ્રતિનિધિ શ્રી
કનુભાઈ પટેલ તથા શ્રી હસમુખ ભાઈ પ્રજાપતિ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું હતું…







