ચીખલી તાલુકાના માંડવખડક ગામે યોજાયેલ કબડ્ડી ટુર્નામેન્ટે યુવાનોમાં ભારે આકર્ષણ જમાવ્યું.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલ માંડવખડક ગામે જયપાલસિંહ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારના પ્રમુખ શિવાની ચૌધરી,સૌરભ ગાંવિત,આશિષ દેસાઈ અને કેયુર ચૌધરી તેમજ સરપંચ વલ્લભભાઈ ચૌધરી અને ગ્રામપંચાયતના તમામ સભ્યો દ્વારા પત્રકાર અવિનાશ પટેલ સાથે મળીને બરડાના મેદાનમાં પ્રથમવાર કબડ્ડીની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવભાઈ પટેલ અને ડો.ભાવેશ દેશમુખ,સુરત ટાઉનપ્લાનર વિરલ પટેલ,દમણગંગા નાયબ કાર્યપાલક ઈજનેર ઓજસ માહલા,ડો.ચંદ્રકાન્ત પટેલ,ભાજપા આગેવાન ગણપત માહલા,ઇરીગેશન ઈજનેર સંદીપભાઈ,ઈજનેર પ્રિયાંક પટેલ,પીપલખેડના ઓફસેટ પ્રિન્ટર દિનેશભાઇ માહલા અને કોંગ્રેસના મહિલા આગેવાન ભગવતીબેન માહલા,પીપલખેડ તાલુકા પંચાયત સદસ્ય ઉપસ્થિત રહ્યા હતાં.
આખી રાત આકર્ષણનું કેન્દ્ર બનેલ આ ટુર્નામેન્ટમાં ધરમપુર,ઉંમરગામ સહિત 18 ટીમોએ ભાગ લીધો હતો જેમાં સુરત સીટીની ટીમ વિજેતા બની હતી.આ પ્રસંગે યુવાનોનો ઉત્સાહ વધારવા પધારેલ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે 143 કરોડની વસ્તી ધરાવતા ભારત દેશમાં લગભગ 40 કરોડ લોકો ક્રિકેટ રમતા હશે અને રાષ્ટ્રીય ટીમમાં પસંદગી મહિલા અને પુરુષોની ટીમમાં માત્ર 11 લોકો જ થતાં હોય છે.જયારે તમે આવી રીતે થોડી ઓછી લોકપ્રિય રમતો પ્રત્યે તમે ધ્યાન આપશો તો તમે લોકો પણ મેજર ધ્યાનચંદ,સરિતા ગાયકવાડ,મુરલી ગાંવિત,નિરજ ચોપરા,હિમા દાસ,અભિનવ બિન્દ્રા ની જેમ સફળ થાય આખા વિશ્વમાં દેશનું નામ રોશન કરી શકશો.ભલે તમારી વચ્ચે અનેક મતભેદ હોય પણ સમાજ અને દેશની વાત આવે ત્યારે તમામે બધું ભૂલીને એક થવું જોઈએ અન્યથા તમારા ઝગડાનો લાભ દુશ્મન લઇ જશે અને જયપાલસિંહ મુંડા ટ્રસ્ટના સંચાલકોને પણ આગ્રહ છે કે હવેથી તમારી દરેક સેવાકીય પ્રવૃતિઓમાં દેશના આદિવાસી મહાનુભાવો તંત્યા મામાં ભીલ,બિરસા મુંડાજી,જયપાલસિંહ મુંડાજી,ગોવિંદ ગુરુજી,દશેરી બા,સંત દિત્યા બાપા,તિલકા માઝી, રાણા પુંજાજી ભીલના પણ ફોટાઓ મુકજો અને દરેક આદિવાસી ભાઈ બહેનો પોતાના ઘરોમાં પોતાના મહાન વડવાઓના ફોટા મુકવાનું રાખો અને પોતાની સંસ્કૃતિ વિશે પણ પોતાની આવનાર પેઢીને ભણાવશો,જણાવશો જેથી આપણી મહામૂલી વિરાસત વિષરાઈ નહીં જાય.





