DAHODGUJARAT

દાહોદ તાલુકામાં આવેલ ચોસાલા ગામ માં આવેલ કેદારનાથ મંદિર વરસાદી માહોલ માં કુદરતી સૌદર્ય માં સોળે કળાએ ખીલી ઉઠ્યું

તા.૨૮.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod::દાહોદ તાલુકામાં આવેલ ચોસાલા ગામ માં આવેલ કેદારનાથ મંદિર વરસાદી માહોલ માં કુદરતી સૌદર્ય માં સોળે કળાએ ખીલી ઉઠ્યું

કેદારનાથ મંદિર માં આવેલ કુદરતી પથ્થરો માંથી પડતું ઝરણું સોળે કળાએ ખીલી ઊઠ્યું શ્રાવણ ના પહેલા સોમવારે લોકો ભોલે નાથ ના દર્શન ની સાથે સાથે કુદરતી સૌંદર્ય ની પણ મન મૂકી ને મઝા માણી રહ્યા છે

શ્રાવણના પવિત્ર માસમાં ભગવાન શિવની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ છે. આ મંદિરની ગુફાઓમાં સ્થિત શિવલિંગ ભક્તોને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે. ચોમાસાના વરસાદે આસપાસના ડુંગરો અને જંગલોને લીલુંછમ બનાવ્યા છે. આ બધું આ સ્થળની શોભા વધારે છે ચોસાલાનું કેદારનાથ મંદિર ઐતિહાસિક અને ધાર્મિક રીતે પણ અનન્ય મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થળ પ્રાચીન કાળથી શિવ ઉપાસનાનું કેન્દ્ર રહ્યું છે. શ્રદ્ધાળુઓ અહીં ભગવાન શિવના દર્શનની સાથે પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!