ઝાબડીયા થી અજુજાને જોડતો નવીન ડામર રોડનું ખાતમુહુર્ત કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરના વરદ હસ્તે કરાયું..

કાંકરેજ વિધાનસભામા આવતા ડીસા તાલુકાના ઝાબડીયા થી સરસ્વતી તાલુકાના અજુજા ગામને જોડતો ૨૧૨ લાખના ખર્ચે નવ નિર્માણ પામતા નવીન ડામર રોડનું ખાત મુહૂર્ત શાસ્ત્રી રમેશભાઈ દવેના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે કાંકરેજ તાલુકા ના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના વરદ હસ્તે રબારી સમાજ યુવા આગેવાન કેશરભાઈ લુણી, સામાજિક આગેવાન જામાજી દુધેચા,મયુદીનભાઈ મોરવાડિયા થરા,ઝાબડિયા પૂર્વસરપંચ જબ્બરસિંહ ઠાકોર,અજુજા સરપંચ સામ્રતજી ઠાકોર, સાવિયાણા જીવણજી ઠાકોર, આસેડા સરપંચ સાગરભાઈ દેસાઈ, ધારીસણા સરપંચ કનસુભા જાદવ,જોહરાપુરા સરપંચ શાંતિજી,લીલાપુર સરપંચ માંડણજી ઠાકોર,લૂણપૂર સરપંચ સૂરજસિંહ સોલંકી કણઝરા ડે.સરપંચ કરણસિંહ,જાબડિયા ડે.સરપંચ રમેશસિંહ સોલંકી, કોંગ્રેસ સમિતિના આગેવાન મોઘજીજી ઠાકોર, રમેશસિંહ સોલંકી,મેપાજી ઠાકોર,પરબતજી ઠાકોર, જોગજીજી ઠાકોર,વેલાભાઈ દેસાઈની ઊપસ્થિતીમા ખાત મુહુર્ત કર્યું હતું.વર્ષો જુની રોડની માગણીને ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા પુરી કરવામાં આવતા બંને ગામોના ગ્રામજનો તેમજ આજુબાજુ ગામના લોકો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.બંને ગામોના લોકોએ ધારાસભ્યનો આભાર માન્યો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530