ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ : રેલ્લાવાડા ગામે ગંદકીનું સામ્રાજ્ય, ગ્રામજનોમાં ભારે રોષ, ગ્રામ પંચાયતની કામગીરી સામે અનેક સામે સવાલો – ગ્રામજનો ગંદકીની દુર્ગંધ થી ત્રાહિમાન – ગટર લાઇન નું પાણી રસ્તા પર વહી રહ્યું છે 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજ : રેલ્લાવાડા ગામે ગંદકીનું સામ્રાજ્ય, ગ્રામજનોમાં ભારે રોષ, ગ્રામ પંચાયતની કામગીરી સામે અનેક સામે સવાલો – ગ્રામજનો ગંદકીની દુર્ગંધ થી ત્રાહિમાન – ગટર લાઇન નું પાણી રસ્તા પર વહી રહ્યું છે

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામમાં ગટર વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામમાં ગટર લાઇનનું ગંદું પાણી યોગ્ય રીતે નિકાલ ન થતા રસ્તાઓ પર વહી રહ્યું છે, જેના કારણે ઠેરઠેર ગંદકી ફેલાઈ છે અને સમગ્ર વિસ્તાર દુર્ગંધથી પીડાઈ રહ્યો છે.ગામની ડેરી આગળ ગટર લાઇનનું પાણી ઓવરફ્લો થતાં મુખ્ય રસ્તાઓ પર ગંદું પાણી વહે છે. આવી સ્થિતિમાં શાળાએ અભ્યાસ માટે જતા વિધાર્થીઓને ગટર લાઇનના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જેનાથી તેમના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે.સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે રેલ્લાવાડા ગ્રામ પંચાયત દ્વારા ગંદકી દૂર કરવા તથા ગટર લાઇનની યોગ્ય મરામત કરવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી. ગટરનાં ગંદા પાણીની દુર્ગંધથી લોકો ત્રાહિમાન બન્યા છે અને વિવિધ રોગચાળાનો ભય પણ ઊભો થયો છે ગ્રામજનોએ તાત્કાલિક સફાઈ કામગીરી, ગટર લાઇનની સુધારણા અને કાયમી નિકાલની માંગ કરી છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!