GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ચિત્રોની ભાષા અદભૂત હોય છે

 

આમદાવાદ જેલમાં કલા કૃતિ આયોજન

ન્યુઝ બાય…. ભોગાયતા

મે.પોલીસ મહાનિદેશકશ્રી, જેલ અને સુધારાત્મક વહીવટ, ગુજરાત રાજ્યનાઓના વડપણ હેઠળ તથા અધિક્ષકશ્રી અમદાવાદ મધ્યસ્થ જેલનાઓના સુપરવિઝન હેઠળ અત્રેની અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મિશન સ્માર્ટ સીટી, ટ્રસ્ટ રાજકોટ તથા ગ્લોબલ કલર્સ એન્ડ કેમિકલ લીમીટેડના સહયોગથી જેલના અંદરના ભાગે દિવાલો પર ૭૦ થી ૮૦ કલાકારો દ્વારા જેલના બંદિવાનોને પ્રેરણાત્મક સંદેશો તથા સકારાત્મક વિચારો ઉદ્દભવે તેવા શુભ આશયથી ઉપરોક્ત સંસ્થા દ્વારા બનાવેલ ચિત્રોની કામગીરીને બિરદાવવા સારૂ તા.૨૫/૦૧/૨૦૨૫ના રોજ અત્રેની જેલ ખાતે મિશન સ્માર્ટ સીટી, ટ્રસ્ટના ૭૦ કલાકારોને તથા ગ્લોબલ કલર્સ એન્ડ કેમિકલ લીમીટેડનાઓને અત્રેની જેલના અધિક્ષકશ્રી તથા નાયબ અધિક્ષકશ્રીનાઓ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા.

ઉપરોક્ત ચિત્રનગરી પ્રોજેક્ટની કામગીરીના નિરીક્ષણ માટે રાજ્યના જેલોના વડા ડૉ.કે.એલ.એન.રાવ, પોલીસ મહાનિદેશકશ્રી, જેલ અને સુધારાત્મક વહીવટનાઓ તથા જાણીતા શિક્ષણ વિઘ ડૉ. પ્રો. ઈન્દુ રાવનાઓ પધારેલ હતા. અને કલાકારો દ્વારા દોરેલ ચિત્રોનુ નિરીક્ષણ કરેલ હતુ. તથા તમામ કલાકારોની ચિત્રકલા ને ખુબ ખુબ વખાણ કર્યા હતા. તેમજ મિશન સ્માર્ટ સીટી, ટ્રસ્ટ રાજકોટના ચિત્રનગરી પ્રોજેક્ટની નિશુલ્ક સરાહનીય કામગીરીની ખુબ પ્રશંશા કરેલ અને ગ્લોબલ કલર્સ એન્ડ કેમિકલ લીમીટેડ દ્વારા ચિત્રનગરી પ્રોજેક્ટ માટે કલરની વ્યવસ્થા કરી આપવા માટે ખુબ આભાર માનેલ હતો. તેમ જેલર શ્રી પરમાર એ જણાવ્યુ છે

 

Back to top button
error: Content is protected !!