અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અંતિમ વિધિમાં પણ પડ્યો વિક્ષેપ ભિલોડાના કમઠાડિયા ગામે સ્મશાનમા ભમરા ઉડતા નાસભાગ: 35 લોકો ને ડંખ માર્યા
અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાના કમઠાડિયા ગામે ગામમાં એક વ્યક્તિનું અવસાન થયેલ અને અંતિમ વિધિ માટે ગામના લોકો અને સ્વજનો અંતિમ વિધિ માટે મડદાને લઇ સ્મશાન ગાટે આવેલ અને અચાનક સ્મશાનગાટે ભમરા ઉડતા નાસભાગ થઇ હતી અને ત્યાં હાજર રહેલા 35 થી 40 લોકોને ડંખ દીધા હતા અને ત્યાં તાત્કાલિક 108 ને કોલ કરતા ઘટના સ્થળે આવી પોહચી હતી ડંખ મારેલા લોકો ને સારવાર અર્થ એ ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને સારવાર આપવામાં આવી હતી ઉપરાંત સ્મશાન ખાતે થયેલ ઘટના ને લઇ અંતિમ વિધિ સ્થગિત કરી હતી અને લોકો ને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા