BANASKANTHAPALANPUR

શક્તિપીઠ અંબાજી માં કોરોના ને લઈ સરકારી હોસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં આવી

1 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

હાલ તબક્કે ગુજરાતમાં કોરોનાના 256 જેટલા કેસ નીકળી આવતા આરોગ્ય વિભાગ સજજ બન્યું છે એટલું જ નહીં તમામ સરકારી હોસ્પિટલો કોરોના માટે સતર્ક છે તેને લઈ રાજ્ય સરકાર દ્વારા કોરોના માટે ની સજ્જતા પુરવાર કરવા મોકડ્રીલ આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાધામ અંબાજી ખાતે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે પણ આજે કોરોના ને લઈ મોકડ્રીલ યોજવા માં આવી હતી જેમાં કોરોનાના દર્દીને સારવાર આપવા માટે લાવવામાં આવ્યા હતા તેમજ આઈ સી યુ વોર્ડ માં ઓક્સિજન પાઇપલાઇન દ્વારા પહોંચી રહ્યુ છે તેને લઈ દર્દીને ઓક્સિજન પણ આપવામાં આવ્યું હતું તેનું કોરોના માટેનું ટેસ્ટ પણ કરવામાં આવ્યું હતું. જોકે ટેસ્ટ નેગેટિવ આવ્યું હતું તેમ જ અંબાજી હોસ્પિટલમાં આ સમગ્ર ઘટનાને મોકડ્રીલ ગણાવી વિશેષ માહિતી આપતા હોસ્પિટલનાઆર.એમ.ઓ. ડો. પિયુષ મોદીએ જણાવ્યું હતું કે અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે ઓળખાય છે તેમાં કોરોના જેવી બીમારીને પહોંચી વળવા તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે અને ઓક્સિજનના બે પ્લાન્ટ ઉપર જે પાઇપ લાઇન દ્વારા વોર્ડ માં પહોંચે છે તેમજ ઓક્સિજનના સિલેંડરો અને ઓક્સિજન કોન્સિટેટર પણ ઉપલબ્ધ રખાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું ને આઈસીયુ માં 10 બેડ તૈયાર કરાયાવવાનું તેમજ આઇસોલેશન બોર્ડ પણ તૈયાર કર્યા હોવાની માહિતી આપી હતી અને કોઈપણ કોરોનાના દર્દીને પહોંચી વળવા માટે પૂરતી સંખ્યામાં દવાઓ તેમજ સુવિધાઓ સંપૂર્ણપણે આ હોસ્પિટલમાં સુવિધા કરેલી હોવાનું જણાવ્યું હતું તસવીર -અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ

Back to top button
error: Content is protected !!