
તા.૨૫.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રળીયાતી ગામે આવેલી વાલમિકી સમાજને ફાળવાયેલી જમીનમાંથી બોર્ડ રાત્રીના સમયે કોઈ અજાણ્યા તત્વો ઉખેડી લઈ જતા સમાજના આગેવાનોએ રોષ દાખવ્યો
દાહોદ શહેરમાં રહેતા વાલમિકી સમાજને સરકાર દ્રારા રળીયાતી ગામે આવાસો બનાવવા માટે ફાળવવામાં આવેલી જમીન જે જમીનનું નામ ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સોસાયટી આ જમીનનું નામ કરણ કરવામાં આવ્યું છે તેમાં સમાજના લોકો દ્રારા જણાવવામાં આવ્યું છે કે દોઢ વર્ષ પહેલાથી આ જમીન વાલમિકી સમાજને ફાળવેલી છે જેમાં આવાસ યોજના હેઠળ 232 નામો મંજુર થયા છે જેમાં 332 પ્લોટ પાડી 332 ઘરો બનાવવાની યોજના છે આ જમીનમાં એક વર્ષથી કામ ચાલી રહ્યું છે જેમાં પ્લોટ પાડવાની કામગીરીમાં પૂઠઠા લગાવીએ છીએ તો બે ત્રણ વખત રાત્રીના સમયે આ પ્લોટીંગ માટેના ફુઠ્ઠા કોઈ અજાણ્યા તત્વો કાઢી જાય છે તેમને અપીલ કરી છે કે આ વાલમિકી સમાજનું આવાસ યોજનાનું કામ શાંતિ થી પતે અને થી ત્રણ દિવસમાં પ્લોટ પાડવાની કામગીરી શરૂ કરાશે અને પ્લોટો પાડીને સમાજના લોકો આવે તેમાં તેમના પ્લોટમાં મકાન બનાવવાની પ્રક્રિયા ચાલુ કરે તેવી અપીલ પણ કરાઈ છે ત્યારે વાલમિકી સમાજની આવાસ યોજનાની જમીનમાં લગાવેલા બોર્ડ પુથ્થા કોઈ કાઢી જતા વાલમિકી સમાજના લોકો ત્યાં ભેગા થયા હતા અને રોષ વ્યક્ત કર્યો 




