BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

આદિવાસી સમાજના દિગ્ગજ નેતાઓ એક મંચ પર:નેત્રંગમાં લગ્ન પ્રસંગમાં મનસુખ વસાવા, ચૈતર વસાવા અને મહેશ વસાવા સાથે જોવા મળ્યાં, ત્રણેય નેતાની હાજરી ચર્ચાનું કેન્દ્ર બની

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં એક અભૂતપૂર્વ દૃશ્ય જોવા મળ્યું હતું. રાજકીય રીતે અલગ વિચારધારા ધરાવતા ત્રણ મોટા નેતાઓ એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા. લગ્નપ્રસંગમાં આદિવાસી સમાજના ત્રણેય નેતાઓની હાજરી ચર્ચાનું કેન્દ્ર બની હતી.
આ પ્રસંગમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા. તેમની સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત હતા. ભારતીય આદિવાસી પાર્ટી (બાપ)ના પ્રમુખ મહેશ વસાવા પણ આ લગ્ન પ્રસંગમાં જોડાયા હતા.
વર્તમાન સમયમાં જ્યારે રાજકીય મતભેદો વધુ તીવ્ર બનતા જાય છે, ત્યારે આ ઘટનાએ સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લગ્ન પ્રસંગમાં હાજર રહેલા લોકોએ પણ આ ક્ષણને વિશેષ ગણાવી હતી. ત્રણેય નેતાઓની એક સાથે હાજરીએ સૌને આશ્ચર્યચકિત કર્યા હતા.

Back to top button
error: Content is protected !!