GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ૧૪ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન મહિલાઓના સ્ટોલ સાથે પ્રદર્શન સહ વેચાણ – ‘જન્માષ્ટમી મેળો’ યોજાશે

MORBI:મોરબીમાં ૧૪ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન મહિલાઓના સ્ટોલ સાથે પ્રદર્શન સહ વેચાણ – ‘જન્માષ્ટમી મેળો’ યોજાશે

 

 

૧૪ ઓગસ્ટે સાંજે ૦૪:૩૦ કલાકે ખુલ્લો મુકાશે

એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મહિલાલક્ષી પ્રદર્શન સહ વેચાણો મેળાનો લાભ લઈ મહિલાઓના આર્થિક ઉત્થાનમાં સહભાગી બનવા અનુરોધ

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ., મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા મહિલા સશક્તિકરણ તથા આર્થિક સ્વાવલંબનના હેતુસર મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ચીજવસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત જન્માષ્ટમી મેળો – ૨૦૨૫ તા. ૧૪/૦૮/૨૦૨૫ થી ૧૮/૦૮/૨૦૨૫ દરમિયાન મોરબી શહેર ખાતે આવેલ એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

આ મેળાને તા. ૧૪/૦૮/૨૦૨૫ સાંજે ૦૪:૩૦ કલાકે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. આ ઉદઘાટન પ્રસંગે મોરબી જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

આ મેળાનો સમય દરરોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી રહેશે. આ મેળામાં જિલ્લાના તેમજ આસપાસના વિસ્તારોના મહિલાઓ દ્વારા હસ્તકલા, ઘરગથ્થુ ઉપયોગી સામગ્રી, કપડાં, સજાવટ સામગ્રી સહિતની અનેક વસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે. આ માટે કુલ ૭૦ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેળાનો મુખ્ય હેતુ બહેનોના હસ્તકલા-કૌશલ્યને પ્રોત્સાહન આપવાનો, તેમને બજાર સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો તથા આર્થિક સશક્તિકરણ તરફ દોરી જવાનો છે.

મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ મોટી સંખ્યામાં આ મેળામાં પધારી બહેનો દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદનોની ખરીદી કરી તેમના ઉત્સાહમાં વધારો કરવાના કાર્યમાં સહકાર આપે. નારી સ્વાવલંબનની દિશામાં રાજ્ય સરકારના પ્રયત્નોને સફળ બનાવવામાં સહયોગ આપવા મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!