જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં સંસ્કૃત & અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે વ્યાખ્યાન યોજાયું

13 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં સંસ્કૃત & અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે વ્યાખ્યાન યોજાયું તા. 13/2/ 2026 ના રોજ સવારે 9.30 કલાકે રૂમ.નં-2 માં જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના સંસ્કૃત અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. સુરેખાબેન અને ઉપાચાર્ય ડૉ. મિહિર દવે દ્વારા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પીકર તરીકે પૂર્વ પ્રિન્સિપાલ અને પૂર્વ નિયામક (જી.ડી મોદી કૉલેજ ઑફ આર્ટસ પાલનપુર) અને ગુરુના હુલામણા નામથી ખ્યાત ડૉ . ગિરીશભાઈ ઠાકર દ્વારા મહાકવિ કાલિદાસ નું સંસ્કૃત મહાકાવ્ય ‘कुमारसम्भवम्’ ઉપર હળવી શૈલીમાં સરળ ભાષામાં રસપ્રદ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું જેનો લાભ સંસ્કૃત અને અંગ્રેજી વિભાગના B.A & M.A ના લગભગ 154 જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતો. વ્યાખ્યાનને અંતે વિધાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી.અંગ્રેજી વિભાગની વિદ્યાર્થીની મિત્તલ રાણા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને શોભાવવા પાલનપુર કોમર્સ કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ.માથુર સાહેબ, સંસ્કૃત શિક્ષક હરિશ્ચંદ્ર ભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. સેવક ભાઈઓનો સંપૂર્ણ સાથ સહકાર પ્રાપ્ત થયો. કાર્યક્રમને અંતે અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રો. મુકેશભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.પ્રવર્તમાન સમયમાં સંસ્કૃત ભાષા અને સંસ્કૃત ગ્રંથોનો પ્રચાર પ્રસાર થાય . સમાજ અને વિદ્યાર્થીઓ આવી સુંદર કૃતિઓથી અવગત થાય તેવા શુભાશયથી સંસ્કૃત અને અંગ્રેજી વિભાગ દ્વારા આ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.





