BANASKANTHAGUJARATPALANPUR
જી .ડી .મોદી કૉલેજ ઓફ આર્ટસ તેમજ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા ibm અને પ્રથમ ઈન્ફોટેક દ્વારા સ્કીલ બિલ્ડ નો સેમિનાર

11 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી .ડી .મોદી કૉલેજ ઓફ આર્ટસ તેમજ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા ibm અને પ્રથમ ઈન્ફોટેક દ્વારા સ્કીલ બિલ્ડ નો સેમિનાર યોજાયો,આ સેમીનાર માં વિવેક રબારી દ્વારા વિદ્યાર્થીઓને AI,IT અને જોબ એપ્લિકેશન જેવા કોર્ષ નો ઓનલાઇન એક્સેસ આપીને વિદ્યાર્થીઓ માટે IBM નું પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળના એકેડેમી ડાયરેક્ટર શ્રી અમિતભાઈ પરીખ તેમજ જી ડી મોદી કોલેજ ઓફ આર્ટસ ના પ્રિન્સિપાલ શ્રી ડૉ .એસ. જી. ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સંચાલન પ્રો. મનાલીબેન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 110 વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો અને આઇબીએમ પોર્ટલમાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.




