નરેશપરમાર, કરજણ –
કરજણના પશ્ચિમરેલ્વ સ્ટેશને સાંસદ મનસુખભાઇ વસાવા તેમજ જિલ્લા પ્રમુખ સતિષભાઈ નિશાળીયા દ્વારા લિફ્ટ નું લોકાર્પણ કરાયું
કરજણ ના પશ્ચિમ રેલવેમાં જાણીતાં કરજણ રેલવે સ્ટેશન ખાતે ફૂટ ઓવરબ્રિજ ની ત્રણ લીફ્ટનું સાંસદ હસ્તે લોકાર્પણ કરાયું. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન નાં કરજણ રેલવે સ્ટેશને નવ નિર્મિત ફૂટ ઓવર બ્રિજ સાથે મુસાફરોની સુવિધા માટે તૈયાર કરાયેલી ત્રણ જેટલી લિફ્ટનું લોકાર્પણ સાંસદ મનસુખ ભાઈ વસાવા હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન નાં ડી આર એમ જીતેન્દ્ર સિંહ/ સિનિયર ડી સી એમ શ્રીમતી મંજુ મીના સહિત રેલવે સ્ટાફ રેલવે પોલીસ તંત્ર અને વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ સતીષ નિશાળિયા /એ પી એમ સી ચેરમેન શ્રી જયદીપ સિહી કરજણ નાં નગરપતિ ઉપેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.આ પ્રસંગે ઝેડ આર યુ સી સી નાં સદસ્ય પશ્ચિમ રેલવે પાસ હોલ્ડર એસો નાં પ્રમુખ હબીબ ભાઈ લોખંડ વાળા એ સાંસદ સમક્ષ મુંબઈ થી અમદાવાદ જતી રાત્રી લોકલ ટ્રેન જે વરેદિયા થી ઉપડી વડોદરા પોહચી જાય છે.વચ્ચેના મહત્વના પાલેજ કરજણ સ્ટેશને સ્ટોપે જ આપવા તેમજ ડભોઇ કરજણ વચ્ચે બ્રોડ ગેજ લાઇન તૈયાર થઇ ચૂકી છે પેસનેંજર ટ્રેન ચાલુ કરવા રજૂઆત કરી હતી.સાંસદ મનસુખ વસાવા એ ફૂટ ઓવર બ્રિજ સાથે 3 લીફ્ટની સુવિધા ઓનું લોકાર્પણ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રેલવે સ્ટેશન ઉપર લોક સુવિધાઓ સાથે સ્વચ્છતા અભિયાન ને મહત્વ આપ્યા ની પ્રશંસા કરી હતી