GUJARATKARJANVADODARA

લીલોડ શાળા દ્વારા સંસ્કુત સપ્તાહ અંતર્ગત વિશેસ કાર્યક્રમ નું આયોજન કરાયું

કરજણ તાલુકાની સરકારી માધ્યમિક શાળા,લીલોડ અને સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા,લીલોડ દ્વારા સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિશેષ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવાંમાં આવ્યું

નરેશપરમાર.કરજણ –

લીલોડ શાળા દ્વારા સંસ્કુત સપ્તાહ અંતર્ગત વિશેસ કાર્યક્રમ નું આયોજન કરાયું

કરજણ તાલુકાની સરકારી માધ્યમિક શાળા,લીલોડ અને સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા,લીલોડ દ્વારા સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિશેષ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવાંમાં આવ્યું

તારીખ 06/08/2025 થી 08/08/2025 દરમિયાન ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં શાળાઓ તેમજ સરકારી સંસ્થાઓમાં સંસ્કૃત સપ્તાહ ત્રિદિવસીય કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ,જે અન્વયે આજરોજ તારીખ 06/08/2025 ના રોજ અત્રેની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, લીલોડ તેમજ પી.એમ.શ્રી લીલોડ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત ભાષાનો વ્યાપ વધે, લોકો આપણી સંસ્કૃતિને જાણે, તેમ જ આપણી ભાવિ પેઢી આપણો સાંસ્કૃતિક વારસો જાળવે અને સંવર્ધન કરે તે હેતુસર આ તમામ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક અગત્યની રેલીનું આયોજન કરવામાં આવેલ,જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આપણી સંસ્કૃતિને ઉજાગર કરતી વેશભૂષા તેમજ સંસ્કૃતના શ્લોકોનું પઠન કરતાં કરતાં રેલીને લીલોડ ગામમાંથી કાઢવામાં આવેલ અને આ રેલી અંતમાં પવિત્ર માં નર્મદા નદીના સાંનિધ્યમાં આવેલ નારેશ્વર ધામમાં પરમપૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના મંદિરમાં આરતી લઈ, પૂજન કરી પ્રસાદી ગ્રહણ કરવામાં આવી અને રેલીનું મંદિર ખાતે સમાપન કરવામાં આવેલ. આ સમગ્ર રેલીમાં કુલ 805 વિદ્યાર્થીઓ અને 25 જેટલા શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.આ સમગ્ર કાર્યક્રમમાં માધ્યમિક શાળાના આચાર્ય શ્રી કે.બી. પરમાર તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રી વિક્રમસિંહ ચૌહાણ તેમજ પી.એમ.શ્રી લીલોડ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ ગાંવિતના માર્ગદર્શન હેઠળ તમામ ત્રણેય શાળાઓના શિક્ષકો અને સ્ટાફ દ્વારા ખૂબ જ ઉમદા કાર્ય કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!