દિયોદરના મોજરૂ ગામે 79માં સ્વાતંત્ર દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ
ધારાસભ્ય કેશાજી ચૌહાણે પોતાના વતન ખાતે ધ્વજ વંદન કર્યું
દિયોદરના મોજરૂ ગામે 79માં સ્વાતંત્ર દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ
ધારાસભ્ય કેશાજી ચૌહાણે પોતાના વતન ખાતે ધ્વજ વંદન કર્યું
સમગ્ર જિલ્લામાં આજે 15મી ઓગસ્ટ 79માં સ્વાતંત્ર દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ છે જેમાં દિયોદરમાં પણ સ્વાતંત્ર દિવસની ઉજવણી તાલુકાના મોજારું ગામે પ્રાથમિક શાળા ખાતે કરાઈ હતી દિયોદર તાલુકાના મોજરૂ ગામે પ્રાથમિક શાળા ખાતે મામલતદાર એ આર નિનામા તાલુકા વિકાસ અધિકારી શામળભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં 79માં સ્વાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે ધ્વજ ને સલામી આપી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી જેમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રીય ગીત ,દેશ ભક્તિ ગીત રજૂ કર્યા હતા 79માં સ્વાતંત્ર પર્વની નિમિતે આયુષમાન પેટા કેન્દ્ર ખાતે પદાધિકારી ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું હતું જેમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ સ્વતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી આ પ્રસંગે મોજરુ ગામના સરપંચ ભલસિંહ દરબાર ,પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા,ભવાનજી ઠાકોર,શિક્ષક જામાભાઇ પટેલ , ડો હસુભાઈ પટેલ,ભરતભાઈ સોનપૂરા,મેરાજભાઇ દેસાઈ ,પી આઈ એ ટી પટેલ સહિત પોલીસ સ્ટાફ સહિત પદઅધિકારીગણ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર