મહીસાગર જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઇ.

મહિસાગર જિલ્લા સંકલન અને ફરીયાદ સમીતિની બેઠક કલેકટર નેહાકુમારીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
રિપોર્ટર. મહીસાગર:- અમીન કોઠારી
બેઠકના પ્રથમ તબક્કામાં બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા શાળાના ઓરડાની કામગીરી, રસ્તાની કામગીરી અને મનરેગાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.જેને સબંધિત અધિકારીઓ દ્વારા કામ ત્વરીત પૂર્ણ કરવા કલેકટરેસૂચન કર્યુ હતું. જયારે દ્રિતિય તબક્કામાં વિવિધ યોજનાકીય લક્ષ્યાંકો અને તેની સિધ્ધિ વિષે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાનો લાભ દરેક વ્યક્તિને મળી રહે તે માટે દરેક વિભાગ મિશન મોડમાં કામગીરી કરી સમયમર્યાદામાં વિવિધ લક્ષ્યાંકો પૂર્ણ કરવા જણાવ્યું હતું. સાથે પ્રજાહિતલક્ષી યોજનાને અગ્રતા આપી છેવાડાનો એક પણ વ્યક્તિ લાભથી વંચિત ન રહી જાય તે માટે અધિકારીશ્રીઓને સૂચન કર્યા હતા.
આ બેઠકમાં લુણાવાડા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, લુણાવાડા પ્રાંત અધિકારી આનંદ પાટીલ સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



