BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડીયા તાલુકાના ચોકી ગામને જોડતો મુખ્ય માર્ગ કીચડીઓ બનતા સ્થાનિકોને હાલાકી

ઝઘડીયા તાલુકાના ચોકી ગામને જોડતો મુખ્ય માર્ગ કીચડીઓ બનતા સ્થાનિકોને હાલાકી

 

 

 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી થી નેત્રંગને જોડતા માર્ગ પરથી ચોકી ગામ અને રામપોર ગામને જોડતો અંદાજે ત્રણ કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બનતા ગ્રામજનો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, આ માર્ગ પર વરસાદ પડે તો કીચડ થઈ જાય છે અને ઉનાળામાં ધૂળિયો બને છે, ચોકી ગામે જવાના મુખ્ય માર્ગ પર મોટા અને ભારે વાહનો ચાલવાના કારણે બિસ્માર બનતા ગ્રામજનો રસ્તા પર ઉતરી તંત્ર સામે રોષ ઠાલાવ્યો હતો આ માર્ગ પર ફોરવીલ ગાડી પણ આવી શકતી નથી ગ્રામજનો ના જણાવ્યા મુજબ ઇમરજન્સી 108 પણ મુખ્ય માર્ગ બિસ્માર હોવાના કારણે આવી શક્તિ નથી , ગામનો મુખ્ય માર્ગ હોવા છતાં ઘણી વખત કદવાલી ગામમાં ફરીને જવું પડે છે, ગ્રામજનો ના જણાવ્યા મુજબ તંત્રમાં અનેક રજૂઆતો કર્યા પછી પણ આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી જેથી ચોકી ગામ ના ગ્રામજનો રસ્તા પર ઉતરી બિસ્માર માર્ગને નવો બનાવી આપવા માંગ કરી હતી અને જો આ માર્ગ નહીં બનાવામાં આવે તો તમામ વાહનો બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી મીડિયા સામે ઉચ્ચારી હતી,

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!