GUJARATJUNAGADH

“જુનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય સભાની બેઠક યોજાય”

“જુનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય સભાની બેઠક યોજાય”

“જુનાગઢ શહેરના નવનિયુક્ત મેયરશ્રી ધર્મેશભાઈ પોંશીયા,ડે.મેયરશ્રી આકાશભાઈ કટારા જુનાગઢ મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના સૌ પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે શ્રી પલ્લવીબેન એસ. ઠાકરની નિમણુંક શાસકપક્ષના નેતાશ્રી મનનભાઈ અભાણી અને દંડકશ્રી તરીકે શ્રી કલ્પેશભાઈ અજવાણીની નિમણુંક જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સાધારણ સભા તા.૦૫/૦૩/૨૦૨૫ ને બુધવાર,સમય:બપોરે ૦૩:૦૦ કલાકે સ્થળ:શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સભાખંડ ત્રીજો માળ,મહાનગરપાલિકા કચેરી,આઝાદ ચોક જુનાગઢ ખાતે મળેલ છે.જેમાં અધ્યક્ષશ્રી ડૉ.ઓમ પ્રકાશ દ્વારા સર્વે કોર્પોરેટરશ્રી તથા પત્રકારશ્રીઓ નું સ્વાગત કરવામાં આવેલ,આ તકે નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા તથા કોર્પોરેટરશ્રીઓ અને તમામ શાખાધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરીશ્રી કલ્પેશભાઈ જી.ટોલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. 1.જી.પી.એમ.સી. એકટ અન્વયે અઢી વર્ષ માટે મેયરશ્રી (જનરલ)ની ચુંટણી કરવા માટે શ્રી પ્રવીણભાઈ તેજાભાઈ વાઘેલા દ્વારા વિનસ ભાઈ નીતિનભાઈ હદવાણીના ટેકાથી શ્રી ધર્મેશભાઈ ધીરુભાઈ પોંશીયાની મેયર પદ માટે દરખાસ્ત કરવામાં આવી,જેમાં ૨.૫(અઢી) વર્ષની મુદત માટે મેયરશ્રી ધર્મેશભાઈ ધીરુભાઈ પોંશીયા બિનહરીફ ચુટાયેલ છે.2. જી.પી.એમ.સી.એકટ અન્વયે શ્રીભાવનાબેન ચેતનભાઈ વ્યાસ દ્વારા શ્રી ચેતનભાઈ હરસુખલાલ ગજેરાના ટેકાથી શ્રી આકાશભાઈ કરમણભાઈ કટારાની ડે.મેયર પદ માટે દરખાસ્ત કરવામાં આવી,જેમાં ૨.૫(અઢી) વર્ષની મુદત માટે ડેપ્યુટી મેયર તરીકે શ્રી આકાશભાઈ કરમણભાઈ કટારા બિનહરીફ ચુટાયેલ છે. 3.જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના નવા ૧૨– સભ્યશ્રીઓની ૨.૫ (અઢી) વર્ષ માટે નિમંણુક કરવામાં માટે શ્રી આધ્યાશક્તિબેન અપૂર્વભાઈ મજમુદાર દ્વારા શ્રી પરાગભાઈ જયેન્દ્રભાઈ રાઠોડના ટેકાથી દરખાસ્ત કરવામાં આવેલ,જે મુજબ (૧.) શ્રી પલ્લવીબેન ઠાકર (૨.) શ્રી બાલાભાઈ રાડા (૩.) શ્રી સંજયભાઈ મણવર (૪.) શ્રી પ્રફુલ્લાબેન ખેરાળા (૫.) શ્રી કુસુમબેન અકબરી (૬.) શ્રી નીલેશભાઈ પીઠીયા (૭.) શ્રી વિનશભાઈ હદવાણી (૮.) શ્રી અંકીતભાઈ માવદીયા (૯.) શ્રી પ્રવીણભાઈ વાઘેલા (૧૦.) શ્રી વનરાજભાઈ સોલંકી (૧૧.) શ્રી ઇલાબેન બાલસ (૧૨.) શ્રી વિમલભાઈ જોષી બિનહરીફ ચુટાયેલ છે.તેમજ શ્રી વનરાજભાઈ વિપુલભાઈ સોલંકી દ્વારા શ્રી સંજયભાઈ જમનાદાસ મણવરના ટેકાથી શ્રી પલ્લવીબેન એસ. ઠાકરની સ્થાયી સમીતીના અધ્યક્ષ પદ માટે દરખાસ્ત કરવામાં આવી.જેમાં જુનાગઢ મહાનગર પાલિકાના સૌ પ્રથમ વખત સ્થાયી સમિતિના મહિલા અધ્યક્ષ તરીકે શ્રી પલ્લવીબેન એસ. ઠાકર બિનહરીફ ચુટાયેલ છે.4.શાસક પક્ષના નેતાશ્રી મનનભાઈ ધીરજલાલ અભાણી અને દંડક શ્રી તરીકે શ્રી કલ્પેશભાઈ કિશોરભાઈ અજવાણીની શાસકપક્ષ દ્વારા નિમણુંકની જાહેરાત કરવામાં આવી. આ તકે કમિશનરશ્રી દ્વારા ચુટાયેલ પદાધિકારીશ્રીઓ અને સભ્યશ્રીઓને શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!