હર ઘર તિરંગા’’ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં તા.૧૫ ઓગસ્ટ સુધી યોજાનાર “હર ઘર તિરંગા” અભિયાન અનવ્યે ગોધરા ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ત્રણ ભાગમાં વિવિધ દિવસોએ શાળા – કોલેજોમાં ‘રાખી’ તેમજ અન્ય વિવિધ થીમ અંતર્ગત સ્પર્ધાઓ તેમજ રંગોળી સ્પર્ધા, વોલ પેઇન્ટિંગ, સ્વચ્છતા જાગૃતિ, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ અને તિરંગા રેલી સહિતની પ્રવૃત્તિઓ દ્વારા અભિયાન અર્થે જિલ્લાના નાગરિકોમાં ઉત્સાહ વધે તે મુજબના પ્રયાસો હાથ ધરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, આસિસ્ટન્ટ કલેકટર અને પ્રાંત અધિકારીશ્રી ઈ.સુસ્મિતા, પ્રાંત અધિકારીશ્રી નીરિલ મોદી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.






