Rajkot: ગુજરાત જોડો” અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું.

તા.૧૪/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં “ગુજરાત જોડો” અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી લીગલ સેલ દ્વારા વકીલોને જોડવા માટે ગુજરાત પ્રદેશના લીગલ સેલ અધ્યક્ષ એડ.પ્રણવભાઈ ઠક્કર અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી અજીતભાઈ લોખિલની અધ્યક્ષતામાં એક મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં મોટી સંખ્યામાં યુવા વકીલો અને સનિષ્ઠ નગરજનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ટ્રેડ વિંગના પ્રમુખશ્રી શિવલાલભાઈ બારસીયા, રાજકોટ શહેર પ્રમુખશ્રી દિનેશભાઈ જોષી વિશેષ ઉપસ્થિતી રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન CYSS ઉપપ્રમુખ સૂરજ બગડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ જનસભામાં વકીલશ્રી જે.એમ. કુવાડીયા, જીતભાઇ પીપળીયા, યશભાઈ પાણ સહિત નગરજનો પરેશભાઈ ઢોલરીયા, અશોકભાઈ વિરડા, સાવનભાઈ લીંબાસીયા, મહેશભાઈ રામાણી, વજુભાઈ મોલીયા, રિકિંનભાઈ ચોવટીયા, દેવલભાઈ લુણાગરિયા, અશોકભાઈ નાથાણી, નરોત્તમભાઈ સંઘાણી, દેવાંગભાઈ વેકરિયા, રતિલાલ મોલિયા, ધ્રુવીલભાઈ નાથાણી, બચુભાઈ ભરવાડ, દીપકભાઈ લીંબાસીયા, આ કાર્યક્રમને સફળ બનાવવા વકીલશ્રી વિવેકભાઈ લીંબાસીયા અને વિશાલભાઈ નાથાણીએ જહેમત ઉઠાવી હતી.








