
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના પગલે ખેતી પાકો અસરગ્રસ્ત થતા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ જિલ્લાઓની મુલાકાતે છે.જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને મંત્રી પ્રદ્યુમન વાજાએ મુલાકાત લીધા પછી જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ- પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ખેતી પાકોની નુકસાની અંગે સર્વે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.બેઠકમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ ,ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પલ્લવીબેન ઠાકર, કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ પી પટેલ ,ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






